અદાણી પબ્લીક સ્કૂલના સંગીતના સરતાજ યુવા ઉત્સવ’23 માં છવાયા

મુંદ્રા સ્થિત અદાણી પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સંગીતમાં પણ નામ રોશન કર્યું છે. નેશનલ યુથ ફેસ્ટિવલ ખાતે યુવા ઉત્સવ-2023માં અદાણી પબ્લીક સ્કૂલના સંગીતના સરતાજ છવાયા હતા. APSના બે બાળકો રાજ્યકક્ષાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી સંગીતમય સફળતા હાંસલ કરી છે. પ્રથમ અને દ્વિતીય શ્રેણીના વિજેતાઓ આગામી 12 જાન્યુઆરીએ નેશનલ કક્ષાએ કક્ષાએ યોજાનાર રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેશે.

પાટણ ખાતે આયોજીત રાજ્યકક્ષાના યુવા ઉત્સવ-2023માં અદાણી પબ્લીક સ્કૂલના બે વિદ્યાર્થીઓએ સંગીતમાં કાઠું કાઢ્યું છે. માસ્ટર જય રાજગોરે વાંસળી વગાડવાની સ્પર્ધામાં વાઇબ્રન્ટ પર્ફોર્મન્સ થકી ઝોનલ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન હાંસલ કર્યુ છે. જ્યારે અથર્વ સારસ્વતે ગિટાર વગાડવાની સ્પર્ધામાં જાજરમાન પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ યુવા કલાકારોની મનમોહક રજૂઆતોથી સમગ્ર કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું. વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

અદાણી પબ્લિક સ્કૂલના બે વિદ્યાર્થીઓ ધોરણ 10 ના જય રાજગોર અને ધોરણ 11 ના અથર્વ સારસ્વતે યુવા ઉત્સવ ઝોનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતાઓને APSના ડિરેક્ટર તેમજ આચાર્યએ અભિનંદન સહિત સ્વર્ણિમ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

યુવા ઉત્સવમાં યુવા કલાકારો સ્પર્ધાત્મક કાર્યક્રમો સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે એકત્રિત થાય છે. જેમાં મિત્રતાની સાથે હેલ્ધી કોમ્પિટીશનની અને પરસ્પર સદભાવના વિકસે છે. 15-16 ડિસેમ્બર દરમિયાન આયોજીત રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ-2023, ‘યુથ એઝ જોબ ક્રિએટર્સ’ થીમ આધારિત હતો.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગર પ્રેરીત બે દિવસીય યુવા ઉત્સવમાં કુલ 800 યુવા કલાકારોએ ભાગ લીધો હતો. આધુનિક સમયમાં યુવાધનને શિક્ષણની સાથોસાથ રમતગમત અને કલાશકિતને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે યુવા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં APS ના બાળકોએ અદ્ભુત સંગીતમય પરફોર્મન્સ આપી સફળતા હાંસલ કરી છે.

Leave a comment

Trending