અદાણી સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની 30 બહેનોને પોતાના ઔદ્યોગિક એકમમાં રોજગારી કેમ મેળવી શકે તથા અન્યને પણ સીધી કે આડકતરી રીતે રોજગારી આપી શકે એ મુજબ તાલીમ આપવાના વર્ગોનો માધાપર ખાતે પ્રારંભ થયો છે. આ તાલીમના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત કચ્છ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માવજીભાઈ પી. ગુસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમણે ઔદ્યોગિક સાહસિકતાની દિશામાં આગળ વધવા માટે અને નાણાકીય મદદ મેળવવા માટે બહેનોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની માહિતી આપી અને આ ક્ષેત્રે પોતે સહાયરૂપ બનશે તેવી ખાતરી આપી હતી.
‘અમને કામ આપો’ના ઉકેલની દિશાના પ્રેરક કદમરૂપે આ તાલીમ માધાપર કન્યા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાઈ રહી છે. આ તકે શાળાના આચાર્ય શ્રીમતી નેહાબેન મહેતાનો સહયોગ સાંપડ્યો હતો. તાલીમાર્થી બહેનો આત્માનિર્ભર બને એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.
આ 12 દિવસીય તાલીમ આપવા સમગ્ર કચ્છમાંથી આવતાં નિષ્ણાતો વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે જેમનું આયોજન ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન વતીથી સિનિયર ટ્રેનિંગ ઓફિસર વિપિન કોરંડા તથા બહાદુરસિંહ તેમજ શહેનાઝ લુહાર સંભાળી રહ્યા છે. જ્યારે અદાણી સ્કીલ ડેવલપમેન્ટમાં તાલીમના કોર્ડીનેટર ડો. પૂર્વીબેન ગોસ્વામીએ આ તબક્કે શુભેચ્છા વ્યક્ત કરી આયોજન સંભાળ્યું હતું.






Leave a comment