રાજ્ય સરકારની નવા વર્ષની ભેટ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના એસ.ટી. વિભાગને નવા વર્ષની ભેટ સ્વરૂપે 201 નવી એસ.ટી. બસોની ફાળવણી કરવામા આવી છે. જેમાં રાજકોટ ડિવિઝનને 11 સહિત સૌરાષ્ટ્રને 83 નવી લકઝરીયસ બસોની ફાળવણી કરવામા આવી છે.

નવી એસ.ટી. બસોની ફાળવણીનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર ખાતે આજે રાજ્યના તમામ ડિવિઝનને નવી એસટી બસોની ફાળવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટને 11 નવી બસો ફાળવવામાં આવી છે જયારે જૂનાગઢને 26, અમરેલીને 21, ભાવનગરને 18 અને જામનગર એસટી ડિવિઝનને 7 નવી બસોની ફાળવણી કરવામા આવી છે. નવી એસટી બસો ફાળવવામાં આવી છે તે લકઝરીયસ છે. જેથી, મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે.

લાંબા રૂટ પર ફ્રિકવન્સી ​​​​​​​વધી શકે

રાજકોટ એસ.ટી. વિભાગને 11 નવી બસોની ફાળવણી થતાં લાંબા રૂટ પર ફ્રિકવન્સી વધારવામાં આવશે. જેમાં રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને ભૂજ રૂટની બસોની ફ્રિકવન્સી વધે તેવું લાગી રહ્યુ છે, જેને લીધે મુસાફરો આરામદાયક મુસાફરી કરી ઓછા સમયમા એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોચી શકશે.

મુસાફરોને લાભ મળશે

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા 2024ના નવા વર્ષની ભેટ સ્વરૂપે નવી એસ.ટી. બસોની ફાળવણી કરવામા આવી છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર એમ સૌરાષ્ટ્રના 5 એસ.ટી. ડિવિઝન સામેલ છે. જેથી આ ડિવિઝનમાં કુલ 83 બસોની ફાળવણી થઈ છે. જેનાથી મુસાફરોને ફાયદો થશે.

Leave a comment

Trending