જી.કે.જન.અદાણી હોસ્પિ.માં વિતેલા વર્ષમાં ૩૭.૧૯ લાખ સી.સી.રક્ત એકત્રિત કરાયું

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત બ્લડ બેન્ક મારફતે વિતેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ૧૦,૬૨૬ યુનિટ અર્થાત ૩૭.૧૯ લાખ સી.સી. રક્ત એકત્રિત કરાયું હતું.બ્લડ બેન્કના ઇન હાઉસ અને કચ્છમાં જુદા જુદા સ્થળોએ ૮૩  રક્તદાન કેમ્પનું આયોજન કરી હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહીની વ્યવ્સ્થા કરવામાં આવી હતી. જી.કે.ની બ્લડ બેન્કના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાય અને બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે કહ્યું કે રક્તદાન કરવા કચ્છમાં લોકો હવે સ્વેચ્છાએ આગળ આવી રહ્યા છે. સામાજિક સ્તરે અત્યાર સુધી શુભ અને ધાર્મિક પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરાતું, પરંતુ હવે વિતેલા વર્ષમાં સ્વર્ગસ્થ આત્માની યાદમાં પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કરવા લોકો આગળ આવી રહ્યા છે. જિલ્લામાં ઉદ્યોગગૃહો તરફથી પણ આ ક્ષેત્રે પૂરતો સહકાર મળી રહ્યો છે. જી. કે. બ્લડ બેન્કના સત્તાવાળાઓએ હોસ્પિટલમાં થેલેસેમિયા, ડાયાલિસ, ઇમરજન્સી, સર્જરી, ગાયનેક વિગેરે વિભાગમાં દર્દીઓ માટે લોહીની વધુ આવશ્યકતા હોવાથી રક્તદાન માટે આગળ આવા અનુરોધ કર્યો હતો.

Leave a comment

Trending