2024 માં વિશ્વની સેન્ટ્રલ બેન્કો વ્યાજ દરમાં કપાત શરૂ કરશે

આગામી ૧૨ મહિનામાં વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવો તખ્તો હાલમાં ગોઠવાઈ રહ્યો છે. ૨૦૨૨ તથા ૨૦૨૩માં વ્યાજ દરમાં દાયકાઓનો આક્રમક ઝડપે વધારો કર્યા બાદ કેન્દ્રીય બેન્કો હવ ેવ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. ફુગાવામાં પીછેહઠને ધ્યાનમાં રાખી વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કો વ્યાજ દર ફરી નીચા રાખવા યોજના ધરાવે છે.

વ્યાજ દરમાં સૌથી વધુ વધારો ઊભરતી દેશોની બેન્કો દ્વારા જોવા મળશે એમ એક રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. બ્રાઝિલ તથા ઝેક રિપબ્લિકની કેન્દ્રીય બેન્કોએ તો વ્યાજ દરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

સમૃદ્ધ દેશોમાં અમેરિકન ફેડરલ રિઝર્વ આગેવાની લેશે તેવી ધારણાં છે. ફેડરલ રિઝર્વે વર્તમાન વર્ષમાં ૭૫ બેઝિસ પોઈન્ટના ઘટાડા માટે આ અગાઉ જ સંકેત આપી દીધા છે.

યુરોપિયન યુનિયન બેન્ક તથા બેન્ક ઓફ ઈન્ગલેન્ડ પણ જૂનમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે. ઊભરતી બજારોમાં આર્જેન્ટિના તથા રશિયા વ્યાજ દરમાં જંગી કપાત કરશે તેવી ધારણાં  રાખવામાં આવી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

વિકાસ પર સાધારણ જ અસર સાથે ફુગાવો ફરી પાછો નીચા સ્તરે જોવા મળી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી કેન્દ્રીય બેન્કો વ્યાજ દર ઘટાડવામાં આગળ વધશે એમ પણ રિપોર્ટમાં કેટલાક અર્થશાસ્ત્રીઓને ટાંકીને જણાવાયું હતું.

હાલમાં માલસામાનના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને સેવા ક્ષેત્રમાં ઘટાડો ચાલુ થવાની ધારણાં છે ત્યારે પરિવારો તથા વેપાર ગૃહો પર બોરોઈંગ ખર્ચ નીચે લાવવાનું યોગ્ય સાબિત થશે તેવો પણ અર્થશાસ્ત્રીઓમાં મત પ્રવર્તી રહ્યો છે.

Leave a comment

Trending