– નવા નિયમોનું અમલીકરણ ૧ જુલાઈ, ૨૦૨૪થી કરવામાં આવશે
– ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીઝ/બ્લોક કરવાની અરજી પ્રાપ્ત થયા બાદ ટ્રેડિંગ મેમ્બર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે
સેબી ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં થતી શંકાસ્પદ ગતિવિધિઓને રોકવાની તૈયારી કરી રહી છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું કે ટ્રેડિંગ એકાઉન્ટ્સ સંબંધિત ફ્રેમવર્ક-૧ એપ્રિલ સુધીમાં તૈયાર કરવામાં આવશે. આ માળખા હેઠળ ટ્રેડિંગ મેમ્બર્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ગ્રાહકો માટે ટ્રેેડિંગ એકાઉન્ટની ઓનલાઈન એક્સેસને સ્વેચ્છાએ બ્લોક કરી શકશે.
નિયમનકારે એક પરિપત્રમાં જણાવ્યું કે આ માળખું બ્રોકર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ દ્વારા સ્ટોક એક્સચેન્જ અને સેબીના સહયોગથી તૈયાર કરવામાં આવશે. આ ફ્રેમવર્કમાં ગ્રાહકના ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટને સ્વૈચ્છિક રીતે ફ્રીઝ કરવા અથવા બ્લોક કરવા માટેની વિગતવાર પોલિસીઓ પર માર્ગદર્શિકા શામેલ હશે.
ફ્રેમવર્ક ક્લાયન્ટ માટે આવા બ્લોકિંગની અરજી કરવા, મેસેજની પ્રાપ્તિ પર સ્વીકૃતિ આપવા અને અરજી પર પ્રક્રિયા કરવા અને ટ્રેડિંગ એકાઉન્ટને બ્લાક કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા માટે કોમ્યુનિકેશનની રીત સૂચવશે. વધુમાં સેબીએ જણાવ્યું કે ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીઝ/બ્લોક કરવાની અરજી પ્રાપ્ત થયા બાદ ટ્રેડિંગ મેમ્બર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ પછી ક્લાયન્ટે એકાઉન્ટ એક્ટિવ કરીને ટ્રેડિંગ સક્ષમ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડશે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, ‘એવું જોવામાં આવ્યું છે કે રોકાણકારો દ્વારા કેટલીકવાર શંકાસ્પદ ગતિવિધિઓ જોવામાં આવે છે. પરંતુ મોટાભાગના ટ્રેિડગ સભ્યો પાસે આવા એકાઉન્ટ્સને બ્લોક કરવાની સુવિધા નથી.’
કેટલીકવાર રોકાણકારો અન્ય દ્વારા તેમના ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓનો મુદ્દા પણ ઉઠાવે છે. આમ ટ્રેડિંગ એકાઉન્ટ્સને બ્લોક કરવાની સુવિધા આપવાની તાતી જરૂરિયાત છે કારણ કે આ સુવિધા એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને બ્લોક કરવા માટે જ ઉપલબ્ધ છે. અમે તમને જણાવી દઈએ કે સ્વૈચ્છિક રીતે ડીમેટ એકાઉન્ટ્સને બ્લોક/ફ્રીઝ કરવાની સમાન સુવિધા રોકાણકારો માટે પહેલેથી જ ઉપલબ્ધ છે.
હવે આ સુવિધા રોકાણકારોને તેમના ટ્રેડિંગ એકાઉન્ટ માટે પણ આપવામાં આવશે. સેબીએ સ્ટોક એક્સચેન્જોને કહ્યું છે કે આ નવા નિયમોનું અમલીકરણ ૧ જુલાઈ, ૨૦૨૪થી કરવામાં આવશે.






Leave a comment