જિલ્લા નાગરિક સંરક્ષણ દ્વારા અદાણી સ્કિલ ડેવ. ના તાલીમાર્થીઓ માટે ૫ દિવસીય તાલીમનો પ્રારંભ

જિલ્લા નાગરિક સરંક્ષણ ભુજ દ્વારા અદાણી સ્કિલ ડેવલપમેન્ટના ૫૦ જેટલાં પૂર્વ અને વર્તમાન છાત્ર-છાત્રાંઓને આપત્તિ વ્યવસ્થાપનની પાંચ દિવસીય તાલીમ સત્રનો પ્રારંભ કરાયો હતો.

ભૂજ અદાણી મેડિકલ કોલેજના ડીન ડૉ. એ. એન. ઘોષએ તાલીમનો  પ્રારંભ કરાવતા કહ્યું કે, વર્તમાન સમયમાં દરેક વ્યક્તિએ નાગરિક સરંક્ષણની તાલીમ લેવી જોઈએ જેથી કોઇપણ સમયની આપત્તિને પહોંચી વળાય. તેમાંય જ્યારે મેડિકલ વ્યવસાયના સ્કિલ સાથે જોડાયા હોય તેમણે તો ખાસ તાલીમ લેવી જોઈએ કેમકે મેડિકલ ક્ષેત્રમાં ઇમરજન્સી સેવાનું ખૂબ મહત્વ હોય છે.

નાગરિક સંરક્ષણના પૂર્વ તાલીમ અધિકારી હરેશ ઠાકરે નાગરિક સંરક્ષણની તાલીમનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, નાગરિક સંરક્ષણના શિસ્તબદ્ધ તાલીમાર્થીઓ કરછ જેવા સરહદી વિસ્તારના આંખ, કાન અને કરોડરજ્જુ છે.

આ પ્રસંગે નાગરિક સરંક્ષણના સ્ટાફ દશરથસિંહ અને કૌશલભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પૂર્વે ભુજ સ્કિલ ડેવ.ના ડો પૂર્વી ગોસ્વામીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની માહિતી આપી હતી. સમગ્ર વ્યવસ્થા નાગરિક સંરક્ષણના સ્વયંસેવકો અને તાલીમાર્થીઓએ સંભાળી હતી. વર્ત. તાલીમ અધિકારી ડી. ડી. ચાવડાએ આ તકે શુભેચ્છા પાઠવી હતી.

Leave a comment

Trending