દેશની પશ્ચિમ છેડાએ આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ પરના કચ્છ જિલ્લાની સીમાએથી બિનવરસી હાલતમાં માદક પદાર્થ મળવાની સાથે અનેક વખત પાકિસ્તાની ઘુસણખોર પણ ઝડપાતા હોવાની ઘટના બનતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત પાક. ઘુસણખોર સીમા સુરક્ષા દળના જવાનોના હાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. લખપત ખાવડા વચ્ચેના પિલર નંબર 1137 પાસેથી મુકબધીર પાકિસ્તાની યુવક ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર ગત રાત્રે BSF ના જવાનો દ્વાર સરહદે પેટ્રોલિંગ દરમિયાન એક સંદિગ્ધ યુવક મળી આવ્યો હતો, મુકબધિત જાણતા આ ઘુસણખોર પાસેથી કોઈ ભયજનક વસ્તુ મળી નથી. જોકે વધુ તપાસ માટે તેને પોલીસના હવાલે કરવામા આવ્યા બાદ વધુ વિગતો સામે આવી શકશે.






Leave a comment