ભારતીય શેરબજારમાં આજનો દિવસ ભારે વીત્યો હતો. છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર એકાએક બ્રેક વાગતાં આજે સેન્સેક્સમાં 2.21%નો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સ 1613.64 પોઈન્ટના ઘટાડા સાથે સીધું લપસીને 71.515.13 પર આવી ગયો હતો.
નિફ્ટીમાં પણ મોટો કડાકો
જ્યારે બીજી બાજુ નિફ્ટીની પણ હાલત દયનીય જોવા મળી હતી. તેમાં 460.35 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને આ સાથે નિફ્ટી 21571.95 પોઈન્ટ પર પહોંચી ગઇ હતી. તેમાં પણ 2.09% નો કડાકો બોલાઈ ગયો હતો.
બેન્ક નિફ્ટીની શું રહી સ્થિતિ?
જ્યારે બીજી બાજુ આજે HDFC બેન્કના સ્ટોક્સની હાલત દયનીય રહેતાં અને તેમાં વેચવાલીની સ્થિતિને પગલે સમગ્ર બજારમાં તેની અસર જોવા મળી. તેના કારણે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 4.28%ના કડાકા સાથે લપસીને 46064.45 પર આવી ગઇ હતી.
HDFC બેન્કના શેરોમાં 8.16 ટકાનો કડાકો
ઉલ્લેખનીય છે કે આજના દિવસે સૌથી વધુ ચર્ચામાં રહેલો સ્ટોક HDFC બેન્કનો હતો. તેમાં જ લગભગ 137 રૂપિયા એટલે કે 8.16 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. હવે આ શેરનો ભાવ 1542.15 રૂપિયાએ આવી ગયો છે. આ સાથે કોટક, એક્સિસ, એસબીઆઈ, બજાજ ફાયનાન્શ, આઈસીઆઈસીઆઈ જેવી મોટી બેનકો કે એનબીએફસીના શેરમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી.






Leave a comment