ભુજમાં ૨૬ થી ૨૮જાન્યુ. સુધી યોજાનાર રજ્યસ્તરની ઈ.એન.ટી.કોન્ફ. દરમિયાન જી.કે. અને ગાંધીધામમાં કાન, નાક અને ગળાના દર્દી માટે વ્યવસ્થા ગોઠવાઈ

અત્રે અદાણી મેડિકલ કોલેજમાં કાન,નાક અને ગળાના રાજ્યભરના તજજ્ઞોની ૨૬મી થી ૨૮મી સુધી રાજ્ય સ્તરની કોન્ફરન્સ યોજાઈ રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં રાજ્ય સાથે કચ્છ જિલ્લાના ઈ.એન. ટી. તબીબો પણ ઉપસ્થિત રહેશે.કોન્ફરન્સ દરમિયાન કાન, નાક અને ગળાના દર્દીઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને સારવાર મળી રહે તે હેતુથી ભુજ ખાતે જી. કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ઈ.એન.ટી ઓપીડી કાર્યરત રહેશે જ્યારે ગાંધીધામ ખાતે આ વિભાગના તબીબ ડૉ.મહેશ બાપટ સારવાર માટે ઉપલબ્ધ રહેશે એ મુજબની વ્યવસ્થા ગોઠવાઈ છે,એમ જી.કે.ના ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું છે.

Leave a comment

Trending