આજના સમયમાં ભાગ્યે જ કોઈ જ એવું વ્યક્તિ હશે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતુ હોય. લોકો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિચારો, ફોટો, વીડિયો શેર કરતા હોય છે. પરતું ક્યારેક તેનો ઉપયોગ સુરક્ષા અને પ્રાઈવસી બાબતે ખતરારૂપ સાબિત થાય છે. એવામાં હાઈ પ્રોફાઈલ લોકોના તેમજ સરકારના પણ એકાઉન્ટ્સ હેક થયાની ખબરો સામે આવતી હોય છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
CERT-In શું છે?
સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષાના કારણોસર CERT-In એ ગાઈડલાઈન બહાર પાડી છે. તે જણાવે છે કે તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો. CERT-In એ એક સરકારી સંસ્થા છે જે એપ્લિકેશન્સ અને સેવાઓમાં બગનું નિરીક્ષણ કરે છે.
શું છે ગાઈડલાઈન?
એક સમાચારપત્રના અહેવાલ મુજબ CERT-In એ જણાવ્યું હતું કે હાલમાં હાઈ પ્રોફાઈલ લોકો અને સરકારી ખાતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હુમલા વધ્યા છે. તેની સુરક્ષા માટે સૌથી વધુ જરૂરી છે કે તમે કોઈ મજબૂત પાસવર્ડ રાખો. જે બિલકુલ અલગ હોવો જોઈએ અને તેમાં આલ્ફાબેટ્સની સાથે સાઈન અને આંકડાઓનો પણ ઉપયોગ થવો જોઈએ.
જીપીએસ એક્સેસ બંધ રાખવું
બને તો સોશીયલ મીડિયા એકાઉન્ટ માટે એક અલગથી ઈ-મેઈલ એકાઉન્ટ રાખવું જોઈએ. આ સાથે એ પણ ધ્યાન રાખવું કે આ ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની ઓળખ અલગ-અલગ હોય. તેમજ તમારા ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે GPS ઍક્સેસ બંધ કરો જેથી તમારું લોકેશન ટ્રેક ન કરી શકાય. આ ઉપરાંત જાહેર વાયરલેસ નેટવર્કનો ઉપયોગ પણ ટાળવો જોઈએ.






Leave a comment