વિશ્વ રક્તપિત દિવસ નિમિતે જી.કે.જન. અદાણી હોસ્પિટલના ત્વચા નિષ્ણાતનો સંદેશ

વિશ્વ સમસ્તમાં ૩૦મી જાન્યુ.ના રોજ લેપ્રસી અર્થાત રક્તપિત રોગ દિવસ મનાવી તેને નાથવાના અનેકવિધ ઉપાયો દુનિયામાં  કરવામાં આવે છે. જેના સારા પરિણામ પણ મળ્યા છે.આ એવી બીમારી છે જે ધીમી રફતારથી આગળ વધે છે.ઘણી વાર તો તેના લક્ષણો દેખાતા પણ સમય લાગી જાય છે.

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના ત્વચા નિષ્ણાત ડો.જૂઈ શાહ અને ઐશ્વર્યા રામાણીએ કહ્યું કે,આ રોગ માટે જેટલા મોઢા એટલી વાતો અને અનેક ભ્રમણા છે,પરંતુ લક્ષણો દેખાય તો તુરંત તબીબનો સંપર્ક કરવો.લક્ષણો અંગે  કહ્યું કે,શરીર ઉપર સફેદ ચાંઠા પડવા,હાથ પગ સુન્ન થઈ જાય,કેટલીક વાર નાકમાંથી લોહી  પણ નીકળે છે.છે.હાથ પગમાં વિકૃતિ પણ ક્યારેક આવી જતી હોય છે.

ઈલાજ અંગે ચામડીના સ્પેસિયલીસ્ટ ડો.દિપાલી વડૂકુલેએ જણાવ્યું કે,આ રોગની સારવાર દવાથી શક્ય છે.તબીબો નક્કી કરે છે કે કેવો ઈલાજ કરવો.સરકારી હોસ્પિલમાં આની સારવાર નિશુલ્ક થાય છે.સારવારથી દર્દી સ્વસ્થ બની જાય છે.જોકે દર્દીએ સંપૂર્ણ સારવાર લેવી આવશ્યક છે.

જો દર્દી વચ્ચેથી સારવાર છોડી દે તો ફરીથી સારવાર લેવી પડે છે. એટલે સારવાર બિલકુલ છોડવી નહિ.આ સારવાર લાંબી પણ ચાલી શકે છે.નિરાશ થયા વિના સારવાર કરાય તો વિશ્વ આરોગ્ય સંસ્થાની ૨૦૨૪ની થીમ મુજબ રક્તપિતને હટાવી – હરાવી શકાય છે.એમ ડો.પ્રેરક કથીરીયા અને મીરા પટેલે જણાવ્યું હતું.

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં રક્તપિત્તના  ૨૭ જેટલા દર્દીઓ નિયમિત સારવાર લેવા આવે છે. ડો. મીરાં પટેલ અને માનસી પીઠડીયાએ આ માહિતી આપી હતી.

Leave a comment

Trending