રાપરમાં શહીદદિન નિમિત્તે સરકારી કચેરીઓમાં શહીદોના માનમાં મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતી આપનાર સુરક્ષા વિભાગના વીર જવાનોના માનમાં આજે 30 જાન્યુઆરીએ શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે, તે અંતર્ગત વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે પણ તાલુકાની સરકારી કચેરીઓ ખાતે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદોના મનમાં કર્મચારીઓએ બે મિનિટ મૌન પાળી પ્રતીક રૂપે શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા હતા.

રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર એ.એમ.પ્રજાપતિ, તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી, વન કચેરી ખાતે આર.એફ.ઓ. એસ.બી.જેઠા, મહિપતસિંહ ચાવડાએ, નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર રવાજી જાડેજા, નવધણ કડ, દિનેશ સોલંકી, મહેશ સુથાર, રાપર પોલીસ મથકે પીએસઆઇ જી.બી.માજીરાણા, પીએસઆઇ આરઆર આમલીયાર, બાલાસર પોલીસ મથક ખાતે પીએસઆઇ વી.એ.ઝા, આડેસર પોલીસ મથકે પીએસઆઇ બી.જી.રાવલના માર્ગદર્શન હેઠળ શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવી હતી. કર્મચારીઓ અને અધિકારીઓએ શહિદો અમર રહોના નારા લગાવી આજના દિવસે શ્રધ્ધાંજલી અર્પણ કરી પોવાની દેશ ભાવના જાહેર કરી હતી.

Leave a comment

Trending