અદાણી ટોટાલ ગેસએ  નાણા વર્ષ-૨૪ના ત્રીજા ક્વાર્ટર અને નવ માસના પરિણામો જાહેર કર્યા

  • CNG સ્ટેશનો વધીને હવે ૫૦૫ થયા, નવા ૪૫ CNG સ્ટેશન ઉમેરાયા
  • નવા ૭૪,૫૦૧ ઘરોના ઉમેરા સાથે કુલ ૭.૭૯ લાખ ઘરોમાં PNG જોડાણ
  • ઔદ્યોગિક અને વાણિજ્યક ૬૩૬ નવા જોડાણ ઉમેરાતા આ જોડાણ વધીને ૮,૦૭૧
  • સ્ટીલ પાઈપલાઈનનું ૧૧,૭૧૨ ઇંચ કિલોમીટર પૂર્ણ
  • CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમમાં ૧૩%ના વધારા સાથે ૬૩૩ MMSCM, 
  • કામગીરીમાંથી આવક રુ.૩,૫૫૬ કરોડ
  • EBITDA, 20% વધી રુ.૮૪૬ કરોડ
  • કર પહેલાનો નફો ૧૪% વધી રુ.૬૫૫ કરોડ
  • કર બાદનો નફો ૧૫% વધી રુ.૪૮૮ કરોડ
  • કામગીરીમાંથી આવક રુ.૧,૨૪૩ કરોડ
  • EBITDA, ૨૬% વધી રુ.૩૦૧ કરોડ
  • કર પહેલાનો નફો ૧૫% વધી રુ.૨૩૧ કરોડ
  • કર બાદનો નફો ૧૬% વધી રુ.૧૭૨ કરોડ
  • ભારતના સૌથી મોટા 600 TPD બાયોમાસ પ્લાન્ટનો પ્રથમ તબક્કો (પ્રતિદિન ૨૨૫ ટન) બરસાનામાં માર્ચ ૨૦૨૪ના અંત સુધીમાં એટીબીએલ દ્વારા કાર્યરત થવાની અપેક્ષા છે.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનાયત કરાયેલ 500 TPD મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ પર પ્રારંભિક કાર્ય શરૂ થઈ ગયું છે.

ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટાલ ગેસ લિ. (“ATGL”) એ  ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નવ મહિના અને ત્રિમાસિક ગાળા દરમિયાનના તેના કામકાજ અને નાણાકીય ગતિવિધીની આજે જાહેરાત કરી હતી.

અદાણી ટોટાલએનર્જીસના એક્ઝીકયુટીવ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી સુરેશ પી.મંગલાણીએ જણાવ્યું હતું કે  “CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સાથે ટ્રાન્સપોોર્ટઅને માઇનિંગ માટે ઇ-મોબિલિટી, બાયોમાસ અને એલએનજીના ક્ષેત્રોમાં રહેલી તકો ઝડપવા સાથે નાણાકીય વર્ષ-૨૪ના નવ માસ દરમિયાન વોલ્યુમમાં ૧૩ ટકાનો ડબલ ડીજીટ ફરી એક વાર પ્રદાન કર્યો છે. કાર્યક્ષમ ગેસ સોર્સિંગ અને ઓપેક્સ પર ‘નજર’ સાથે વોલ્યુમમાં વધારો થવાને કારણે વાર્ષિક ધોરણે આ ગાળામાં EBIDTAમાં ૨૦%નો વધારો થયો છે અમારા તમામ ભૌગોલિક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ઝડપથી આગળ વધારીને PNG અને CNGના સ્વરૂપમાં કુદરતી ગેસની સરળ ઍક્સેસ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની કંપનીની હાલની પ્રાથમિકતા છે.એમ જણાવી તેમણે કહ્યું હતું “અમારા ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે, ઈ-મોબિલિટી અને બાયોમાસ (CBG) સિવાય હવે અમે ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ  માટે પણ એલએનજી  શરૂ કરી રહ્યા છીએ  ATGL વિવિધ એકમો માટે ડીકાર્બોનાઇઝિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે. અમારી વ્યૂહરચના અમારા તમામ ગ્રાહકોને ક્લીનર એનર્જી ઇંધણની વિશાળ શ્રેણી ઓફર કરવાની રહેશે.”

નાણાકીય અને કામકાજની એકીકૃત રુપરેખા:

ParticularsUoM9M FY249M FY23% Change
YoY
Q3 FY24Q3 FY23% Change
YoY
Operational Performance       
Sales VolumeMMSCM63356013%22418621%
CNG SalesMMSCM40833821%14411624%
PNG SalesMMSCM2252221%807015%
Financial Performance       
Revenue from OperationsINR Cr3,5563,4862%1,2431,1865%
Cost of Natural GasRs Cr2,3912,501-4%824856-4%
Gross ProfitRs Cr1,16598518%41932927%
EBITDAINR Cr84670220%30123826%
Profit Before TaxINR Cr65557414%23120115%
Profit After TaxINR Cr48842615%17214816%

વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ-૨૪ના પરીણામોનો વૃતાંત

  • સીએનજી સ્ટેશનોના નેટવર્ક વિસ્તરણ સાથે સીએનજીના ભાવમાં ઘટાડો થવાને કારણે સીએનજી વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો થયો છે.
  • PNG ઔદ્યોગિક વોલ્યુમમાં રીકવરી અને ઘરેલું અને વાણિજ્યક નવા PNG કનેક્શનના ઉમેરા સાથે, PNG વોલ્યુમ ૧% વધ્યું છે.
  • વાર્ષિક ધોરણે એકંદર વોલ્યુમમાં ૧૩%નો વધારો થયો હોવા છતાં ગેસની કિંમત ખાસ કરીને APM ગેસમાં ઘટાડો થવાને કારણે કામગીરીમાંથી આવક ૨% વધી છે  ATGL એ APM ગેસના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો હતો જેના પરિણામે વેચાણ કિંમત નીચી રહી હતી.
  • વાર્ષિક ધોરણે ઉચ્ચ વોલ્યુમ અને સંતુલિત ભાવ વ્યૂહરચનાને કારણે EBITDAમાં ૨૦% નો વધારો થયો છે.

એવોર્ડઝ

  • CII દ્વારા કમિટેડ કેટેગરી ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0 એવોર્ડ ATGLને ક્લાઈમેટ ચેન્જમાં કરેલી પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે એનાયત કરવામાં આવ્યો છે.
  • ATGL એ તેની HR શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે “ગોલ્ડન પીકોક એવોર્ડ ફોર HR એક્સેલન્સ” એવોર્ડ 2023 પ્રાપ્ત કર્યો છે.

About Adani Total Gas

Given its gas distribution, ATGL is authorised in 33 Geographical Areas and plays a significant role in the nation’s efforts to enhance the share of natural gas in its energy mix. Of the 52 GAs, 33 are owned by ATGL and the balance 19 GAs are owned by Indian Oil-Adani Gas Private Limited (IOAGPL) – a 50:50 joint venture between Adani Total Gas Limited and Indian Oil Corporation Limited. Further, ATGL has formed 2 wholly owned subsidiaries namely Adani TotalEnergies E-Mobility Ltd (ATEL) and Adani TotalEnergies Biomass Ltd (ATBL) for its E-Mobility and Biomass Business respectively. ATGL has also formed a 50:50 joint venture, namely Smart Meter Technologies Private Limited for its gas meter manufacturing business.

Leave a comment

Trending