જાન્યુઆરીમાં જીએટી કલેક્શન વધીને ૧.૭૨ લાખ કરોડ રૃપિયા

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ત્રીજી વખત જીએસટી કલેક્શન રૃ. ૧.૭૦ લાખ કરોડ કે તેનાથી વધારે રહ્યુ

અત્યાર સુધીનું બીજું સૌથી મોટું જીએસટી કલેક્શન

જાન્યુઆરી, ૨૦૨૪માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૦.૪ ટકા વધીને ૧.૭૨ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

આ કલેક્શન અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૃપિયા કે તેનાથી વધારે નોંધવામાં આવ્યું છે.

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ૩૧ જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં જીએસટીની આવક ૧,૭૨,૧૨૯ કરોડ રૃપિયા રહી હતી. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૦.૪ ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, ૨૦૨૩માં જીએસટી કલેકશન ૧,૫૫,૯૨૨ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.

એપ્રિલ, ૨૦૨૩ થી જાન્યુઆરી, ૨૦૨૪ સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન ૧૬.૬૯ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૧.૬ ટકા વધુ છે. એપ્રિલ, ૨૦૨૨થી જાન્યુઆરી, ૨૦૨૩ સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન ૧૪.૯૬ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.

અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૩માં ૧.૮૭ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું.

ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું છે કે જીએસટી કલેક્શન સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સરેરાશ જીએસટી કલેકશન ૦.૮૫ લાખ કરોડ રૃપિયા હતું. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૧.૬૫ લાખ કરોડ રૃપિયા હતું.

સતત વધી રહેલા જીએસટી કલેક્શનને પગલે સરકારને વધુ જીએસટી સુધારા કરવાની તક મળશે. જાન્યુઆરી, ૨૦૨૪નું ૧.૭૨ લાખર કરોડનું જીએસટી કલેક્શન  દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે.

Leave a comment

Trending