અદાણી ગ્રૂપ ડિફેન્સ સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવા અગ્રેસર છે. અદાણી એન્ટરપ્રાઇઝે ઈઝરાયેલની ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની સાથે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ સંરક્ષણ એપ્લિકેશન માટે ટેકનોલોજી અને સિસ્ટમ ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરશે. જેમાં ઇઝરાયેલની કંપની અદાણી એન્ટરપ્રાઇઝની સ્ટેપ-ડાઉન સબસિડિયરીમાં 44 ટકા હિસ્સો લેશે.
અદાણી એન્ટરપ્રાઇઝે ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ લિમિટેડ સાથે મળીને રક્ષાક્ષેત્રે મોટો સોદો કર્યો છે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ ESL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વચ્ચેના સોદાની વિગતો જાણીએ તો અદાણી ડિફેન્સ સિસ્ટમની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અથર્વ એડવાન્સ્ડ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજી (AASTL) સાથે ઇઝરાયેલની ESL 44 ટકા હિસ્સા ભાગીદારી કરશે. એટલે કે ત્યારબાદ કંપનીમાં અદાણી જૂથનો હિસ્સો 56 ટકા રહેશે.
ડીલ પ્રમાણે અથર્વ એડવાન્સ્ડ સિસ્ટમ્સ ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ કંપની એલ્વિટ સિસ્ટમ્સને શેર ઇશ્યૂ કરશે. કંપની પ્રવક્તાએ જણાવ્યું હતું કે “આ કરારો સંરક્ષણ એપ્લિકેશ્સ માટે વિવિધ તકનીકો અને સિસ્ટમના વિકાસ અને ઉત્પાદન હેતુ કરવામાં આવ્યા છે.”
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતને સુરક્ષા મામલે આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. ટૂંકા ગાળામાં કંપનીએ ભારતમાં નાના હથિયારો, માનવરહિત એરિયલ સિસ્ટમ્સ, રડાર, ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ અને એવિઓનિક્સ, ટેક્ટિકલ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સ જેવા વિશાળ ડોમેનમાં ભારતીય સશસ્ત્ર દળોને સશક્ત કરતી વિક્રમી ક્ષમતાઓ સ્થાપિત કરી છે.
આત્મનિર્ભરતાની પહેલ સાથે કંપની સંરક્ષણ અને એરોસ્પેસમાં ગ્લોબલ લીડર બનવા વિશ્વ-કક્ષાના હાઇ-ટેક સંરક્ષણ ઉત્પાદનો માટે કાર્યરત છે. અદાણી ડિફેન્સે ભારતની પ્રથમ માનવરહિત એરિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપી છે. કંપનીએ સંરક્ષણ અને સીવીલ એપ્લિકેશન બંને માટે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ લાગુ કરવાની પણ પહેલ કરી છે.
સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણોને અનુરૂપ સુવિધાઓ અને ક્ષમતાઓનાં સેટઅપ સાથે અદાણી ડિફેન્સ ભારતને વૈશ્વિક નિકાસના નકશા પર લાવવાનો માર્ગ મોકળો બનાવી રહી છે.






Leave a comment