જી.કે. જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોએ પાટવાડી પ્રા. શાળાના બાળકોને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસના બુનિયાદી પાઠ ભણાવ્યા

જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના  મનોચિકિત્સક વિભાગના તબીબોએ ભુજની પ્રાથમિક શાળાના બાળકોને ભણતર સાથે ઘડતરના પાઠ ભણાવી સર્વાંગી વ્યક્તિત્વ વિકાસના બુનિયાદી શિક્ષણના પાઠ  ઉદાહરણ સાથે ભણાવ્યા હતા.

ભુજની પાટવાડી શાળા નં.૧ માં જી.કે. ના મનોચિકિત્સક ડો.રિદ્ધિ ઠક્કરે બાળકોને શીખ આપતા કહ્યું કે, જીવનમાં આગળ વધવું હોય તો  રોજ કંઈક એક નવું શીખવાનું રાખશો તો તે તમને અન્યથી એક ડગલું આગળ લઈ જશે.જેને આઇ.ક્યુ.(ઇન્ટે.કવોશંટ) કહે છે.

તેમણે બાળકોને પોતાની અને સામેવાળાની લાગણીને સમજી પરિસ્થિતિ પ્રમાણે ચાલવાની (ઈમોશનલ કવોસંટ) અંગે સમજ આપતા જણાવ્યું કે આ વ્યક્તિત્વ વિકાસનું એવું માપદંડ છે  જે બાળકોને સામાજિક રીતે મજબૂતી પ્રદાન કરે છે. આ ઉપરાંત તેમણે એકાએક મુશ્કેલી આવી પડે તો તેનો સામનો કેમ કરાય એ અંગે એ.ક્યુ.(એડવર્સરી કવોસંટ) વાવાઝોડું કે આગ લાગે તો શું કરી શકાય તેની માહિતી આપી હતી.

સાઇકિયાટ્રીના હેડ ડો.મહેશ ટીલવાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં મનોચિકિત્સક ડો. બંસીતા પટેલે બાળકો પરસ્પર મિત્રાચારી કેળવે અને અદેખાઈ જેવી માનસિકતાથી કેમ દૂર રહી શકાય તે માટે શાળામાંથી  જે કંઈ શીખો તે પરસ્પર શેર કરતા રહેવાથી પણ જીવનમાં આગળ વધી શકાય છે. આમ  ચિકિત્સકોએ માનસિક શિક્ષણના આ ચાર માપદંડ આઇ.ક્યુ. એ.કયુ.ઈ.ક્યુ.અનેએસ.ક્યુ ના પ્રાથમિક નિયમો સમજાવ્યા હતા.

દરમિયાન ભુજની યસ સ્કૂલમાં ધોરણ ૧૦ના વિધાર્થીઓ માટે ચિંતા મુક્ત બનીને પરીક્ષા કેમ આપી શકાય તે અંગે સમજ આપી હતી.

Leave a comment

Trending