હવે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીની કોલેજોમાં પણ BBA-BCAનો અભ્યાસ થઈ શકશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ BBA અને BCAનો અભ્યાસ પણ કરી શકશે. કારણ કે GTU દ્વારા BBA અને BCA શરૂ કરાવા તજવીજ હાથ ધરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી GTU માં BBA અને BCA શરૂ થશે. જે માટે GTU દ્વારા કોલેજ પાસેથી દરખાસ્ત પણ મંગાવવામાં આવી રહી છે. જોકે અત્યારે GTUમાં MBAનો અભ્યાસ ચાલી રહ્યો છે.

GTU એ સંલગ્ન કોલેજો પાસેથી દરખાસ્ત મંગાવવાનું શરૂ કર્યું નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત GTU કોર્ષમાં વધારો કરી રહી છે. જે અંતર્ગત કોમર્સ બાદ ચાલતા અભ્યાસક્રમ પણ હવે GTU દ્વારા શરૂ કરવામાં આવશે. GTUમાં આગામી શૈક્ષણિક સત્રથી BBA અને BCAનો અભ્યાસ કરાવવામાં આવશે. GTU એ સંલગ્ન કોલેજો પાસેથી દરખાસ્ત મંગાવવાનું શરૂ કર્યું છે. કોલેજની દરખાસ્ત આવતા GTU દ્વારા BBA-BCAનો કોર્ષ ચલાવવા મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી GTUમાં ડીગ્રી, ડીપ્લોમામાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને MBAનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ત્યારે વધુ બે નવા કોર્ષ ઉમેરવામાં આવ્યા છે.

Leave a comment

Trending