નલિયામાં બે દિવસ ઠંડીમાં આંશિક રાહત રહ્યા બાદ રાત્રિનું તાપમાન 8.8 ડિગ્રી જેટલું નીચું રહેવાની સાથે ફરી ઠારનું સામ્રાજ્ય છવાયું હતું. બે-ત્રણ દિવસ ઠંડી ઘટશે ત્યાર બાદ ફરી વધશે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. કચ્છમાં બીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે પારો બે ડિગ્રી જેટલો નીચે સરકીને 12.6 ડિગ્રી થયો હતો પરિણામે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં ફરી ઠંડી અનુભવાઇ હતી. મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં લઘુતમ આંશિક ઘટીને 14.2 ડિગ્રીએ પહોંચ્યું હતું જ્યારે ઉંચું ઉષ્ણતામાન 31.8 ડિગ્રી થતાં બેવડી મોસમ અનુભવાઇ હતી.






Leave a comment