ગીર અભ્યારણ્ય જિપ્સી કેસ માં જિપ્સી એસોસિએશને પક્ષકાર તરીકે જોડાવા માગ કરી

ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે ટુરિસ્ટ જિપ્સી વાપરવામાં આવે છે. સરકારની પોલિસી મુજબ આ જિપ્સી વન વિભાગે ગીર અભ્યારણના આસપાસના ગામડાઓના લોકો પાસેથી લેવી, જેથી તેમને રોજગારી મળી રહે. પરંતુ વન વિભાગ દ્વારા ફક્ત જિપ્સી એસોસિએશનને જ જિપ્સીનું એલોટમેન્ટ અપાતા અભ્યારણની આસપાસના ચાર ગામે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ સંદીપ મુંજાસરિયા મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં એવી માગ કરવામાં આવી હતી કે, જિપ્સી એસોસિએશનને સરકારની પોલીસી વિરુદ્ધ જિપ્સીનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. જેથી આ એલોટમેન્ટ કેન્સલ કરવામાં આવે. અરજદારની આ માગ સીધી જ જિપ્સી એસોસિએશનના મેમ્બર્સને અસર કરતી હોવાથી તેને હાઇકોર્ટમાં પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરી છે.

જિપ્સી એસોસિએશન સાથે 191 લોકો સંકળાયેલા છે

હાઇકોર્ટે જિપ્સી એસોસીએશનના મેમ્બર્સ પાસેથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને તેમનો એલોટમેન્ટ લેટર માગ્યો હતો. જોકે એસોસિએશનના એડવોકેટ પાસે તે ઉપલબ્ધ ન હોવાથી આવનારા સમયમાં તેને એફિડેવીટ ઉપર તે હાઇકોર્ટમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે જિપ્સી એસોસિએશન સાથે 191 લોકો સંકળાયેલા છે.

Leave a comment

Trending