ઋતુ ફેર બદલીનો ગાળો ચાલી રહ્યો છે ત્યારે શરીરને ઊર્જાવાન બનાવવા અને રોગપ્રતિકારક શક્તિને વધારવા ભારતીય ખોરાક પદ્ધતિ સર્વશ્રેષ્ઠ છે અને કોઈપણ ઋતુમાં નિયમિત આહાર લેવાથી નિરોગી રહી શકાય છે. એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના આહારશાસ્ત્રી ભુજ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત સેશનમાં તાલીમાર્થીઓને જણાવ્યું હતું.
સક્ષમ દ્વારા ચાલતી વિવિધ તાલીમ દરમિયાન તેમના જ્ઞાનમાં વધારો કરવા અને સર્વાંગીણ વિકાસને ધ્યાને રાખીને સમાયાંતરે આવા બૌદ્ધિક સેશનનું આયોજન કરવામાં આવતું હોય છે. આ હેતુથી ભુજ ખાતે સક્ષમ સેન્ટરના તાલીમાર્થીઓને જી. કે. ના ડાઇટિસિયન અનીલાબેન પરમારે કહ્યું હતું કે, ‘બાજરાનો રોટલો દરેક ઋતુ માટે પૌષ્ટિક આહાર તરીકે ગણાય છે. એમાં કેલ્શિયમ, ફાઇબર, વિટામિન બી અને પ્રોટીન મળે છે. તેને શિયાળા સિવાય ખાવા માટેની માત્રા પર પણ ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત તેમણે જુદા જુદા લાલ, પીળા, લીલા તેમજ જુદા જુદા સૂપ લેવા તથા ફ્રુટ્સ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે આદુ, લસણ, ડ્રાયફુટ્સ, ગોળના લાડુ વગેરેનું સેવન કરવા ઉપર ભાર મૂકી પોતાની ખાદ્ય જીવનશૈલી અંગે વધુમાં જણાવ્યું હતું કે, સવારે ભરપેટ ખાઓ, બપોરે મધ્યમ અને રાત્રે ખૂબ જ હળવો ખોરાક લેવાની ઉપયોગિતા સમજાવી હતી. આ પ્રસંગે સેન્ટરના કોઓર્ડીનેટર પૂર્વી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા મનીષ બાવલે સંભાળી હતી.






Leave a comment