રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસના કામો માટે ચર્ચા કરવામા આવી હતી. ખાસ કરીને ઉનાળાના આગમનને લઈ પાણી વ્યવસ્થા અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી. આ સિવાય આરોગ્ય, શિક્ષણ,આઇસીડીએસ, પશુ પાલન, ખેતીવાડી સહિતના મુદે આયોજન કરવામાં આવ્યું હતું.
આજે મળેલી બેઠકમાં ઉપ પ્રમુખ ભાવેશ ગારીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, વિસ્તરણ અધિકારી શિલાબેન બારીયા, જે.કે.ભારવાણી, કૌશિક બગડા, રાજેશ જાડેજા, રામજી સોલંકી, શકિતસિંહ જાડેજા, દિલીપ જાદવ, હરખાભાઇ, બકુલ ઠાકોર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન.ગત સભામાં પસાર થયેલ ઠરાવની અમલવારીની સમીક્ષા સને 2023-24 નું સુધારેલ તથા સને 2024-25 ના અંદાજપત્રને આખરી બહાલી આપવા બાબત, તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામદારને વાર્ષિક આઉટ સોર્સ તરીકે રાખવા બાબત, તાલુકા પંચાયત કચેરી રાપર માટે આઉટ સોર્સથી વાહન હંકારનાર સહિત વાહન ભાડે રાખવા સહિતના મુદે આયોજન કરવામાં આવ્યું હતું.






Leave a comment