સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી આવેલ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગ ના વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતોના પ્રવાસ અંતર્ગત તા. 16/02/2024 ના રોજ વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,કોઠારા મુકામે અબડાસાના ખેડુતો માટે બાયોગેસનું મહત્વ અને તાલિમનું એક દિવસીય આયોજન કરવામા આવેલ.
કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન વિષયક અખતરા તેમજ નિદર્શન નિહાળેલ. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. નિષ્ણાંતો તેમજ તેમજ મહેમાનોનું સ્વાગત “મિલેટ ગુચ્છ”થી કરવામાં આવેલ.કેન્દ્રના વડા ડો. ડી. જી.પટેલ દ્વારા ખેડૂતોને ખેતીની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તથા રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગ, દાંતીવાડાના આચાર્ય અને ડીન ડો. વી.એમ.મોદી અને તેમની ટીમ દ્વારા કોઠારા મુકામે બાયોગેસ આધારીત નિદર્શન અને અન્ય બીન પરંપરાગત ઉર્જાના ઉપયોગ અંગે ખેડુતો માટે વિસ્તૃત માહિતી અને તાંત્રિક માર્ગદર્શન પુરૂ પાડ્વામાં આવેલ અને ડો. દેસાઈ દ્વારા બાયોગેસ બનાવવાની પધ્ધતી અને ઉપયોગીતા બાબતે વિસ્તૃત માહિતી આપેલ.
મુલાકાતી ખેડુતોને પ્રકાશભાઈ રંગાણીએ Drone ટેકનોલોજીના ઉપયોગ અને Farmers Produce Organization બાબતે વિસ્તૃત માહિતી આપેલ હતી. તેમજ ગુજકોમાસોલ, કચ્છ ના ડાયરેકટર અને કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને પ્રગતિશીલ ખેડુત વાડીલાલભાઈ પટેલ દ્વારા જળસંચય, ટપક પધ્ધતી, સહકારી ક્ષેત્રમાં આગળ આવવા અનુરોધ કરેલ.
કેન્દ્ર ખાતે આવેલ સહુ ખેડુત ભાઇઓ,બહેનો અને વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝીટ દ્વારા શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષીત પાકો ખાટી આંબલી અને કોઠા(કોંટ) વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવેલ હતી તેમજ કેન્દ્ર ખાતે વિકસીત કરવામાં આવેલ ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન,બીજ કાઢવાના ઓજાર,ઘન જીવામ્રુત દળવાનું મશીન, દિવેલા ફોલવાનું મશીન, જીવામ્રુતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંદ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ, બાયોચાર અને બાયો એંઝાઇમ બનાવવાની રીત અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.
કાર્યક્રમના અંતે ખેડુતો, નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ કરવામા આવેલ.કાર્યક્રમનુ સંચાલન કોલેજના વિદ્યાર્થીઓ તપસ્વીબેન ઠાકોર અને જીયાન પટેલ કરેલ. આભારવિધી પ્રો. હિનાબેન કડીવાર દ્વારા કરવામા આવેલ.






Leave a comment