પુર્વ કચ્છ ગાંધીધામમાં નેત્રમની નોંધપાત્ર કામગીરી માટે તેનું સન્માન કરાયું હતુંં. રાજ્ય સ્તરે સીસીટીવી થકી ક્રાઈમનો ભેદ ઉકેલવામાં પોલીસે નોંધપાત્ર કામગીરી કરી હતી. કચ્છના પુર્વ આઈજી સુભાષ ત્રીવેદીની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ડીજીપી વિકાસ સહાય દ્વારા ગાંધીધામને સીસીટીવી થકી ક્રાઈમ ડિટેક્શન કરવાની કેટેગરીમાં દ્રીતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પીએસઆઈ જી.જે. રાજ દ્વારા આ સન્માન પ્રાપ્ત કરાયું હતું. નોંધપાત્ર છે કે યશ તોમરનો હત્યાકાંડ હોય કે પીએમ આંગડીયા લુંટ, એક કરોડની લુંટ અને અંજારના ચાલીસ લાખની લુંટ, ઉપરાંત શીવકથામાં ચીલઝડપના ગુનાઓમાં નેત્રમની મદદથી આરોપીને સચોટ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. હાલ નેત્રમના ગાંધીધામમાં 275 કેમેરા લાગેલા છે, તે તમામ સક્રિય છે અને તેનું મુખ્ય કમાન્ડ સેન્ટર એસપી ઓફિસની બાજુમાંજ આવેલું છે, જ્યાંથી પોલીસ દરેક ખુણા પર નજર રાખી શકે છે.






Leave a comment