કોવિડ બાદ છેલ્લા 3 વર્ષમાં 72 ટકા ગ્રાહકે ઓનલાઈન શોપિંગ શરૂ કર્યુ : IIM અમદાવાદનો રિપોર્ટ

કોરોના બાદ દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને ઓનલાઈન ખરીદીમાં વધારો થયો છે ત્યારે આઈઆઈએમ અમદાવાદના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા ભારતના સંદર્ભમાં ડિજિટલ રિટેઈલ ચેનલ્સ એન્ડ કન્ઝ્યુમર્સ વિષય પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના તારણા મુજબ કોરોના બાદ છેલ્લા એકથી ત્રણ વર્ષમાં દેશમાં 72 ટકા ગ્રાહકોએ ઓનલાઈન શોપિંગ શરૂ કરી છે. જ્યારે 65 ટકા ગ્રાહકો કેશ ઓન ડિલિવરીથી ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોમાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા વધારે છે.

ભારતના ગ્રાહકોની ચાર મુખ્ય બાબતોને આધારે સર્વે કરાયો

આઈઆઈએમ અમદાવાદના સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ચેરપર્સન અને ઈન્ફોર્મેશન સિસ્ટમના ચેર પ્રોફેસર પંકજ સેતિયા દ્વારા કરાયેલા સર્વે અને જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતના ગ્રાહકોની ચાર મુખ્ય બાબતોને આધારે સર્વે કરાયો છે. જેમાં ગ્રાહકોનું ઓનલાઈન સર્ચ કે ઓનલાઈન ખરીદી માટેનું વલણ, ગ્રાહકો દ્વારા કરાતો ઓનલાઈન ખર્ચ, ગ્રાહકોની પસંદગી તથા ઓનલાઈન ખરીદી દ્વારા થતા કે ઈચ્છીત લાભોની સમજ વિષે ખાસ નોંધવામા આવ્યુ છે. આ સર્વે રિપોર્ટના તારણો મુજબ કોરોના બાદ છેલ્લા એકથી ત્રણ વર્ષમાં અમદાવાદ સહિતના દેશના ટીયર-1થી ટીયર-4 સીટીના ગ્રાહકો ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે. સર્વેમાં 25 રાજ્યોના 35 હજાર ગ્રાહકો અમદાવાદ અને આસપાસના તેમજ અન્ય વિસ્તારોના 65 એન્ટપ્રાઈઝ રીપ્રેઝન્ટેટિવને સામેલ કરવામાં આવ્યા હોઈ 72 ટકા ગ્રાહકોએ છેલ્લા એકથી ત્રણ વર્ષમાં ઓનલાઈન શોપિંગ શરૂ કર્યુ છે.

ઓનલાઈન ખરીદીમાં મહિલાઓ કરતા પુરુષો આગળ

સર્વે રિપોર્ટ મુજબ ઓનલાઈન ખરીદીમાં મહિલાઓ કરતા પુરુષો આગળ છે. જો કે મહિલાઓ ફેશન અનેક્લોથિંગ (કપડા) પ્રોડેક્ટસ માટે વધુ ઓનલાઈન શોપિંગ કરે છે જ્યારે પુરુષર્ષો ઈલેક્ટ્રોનિક આઈટમ્સનું વધુ શોપિંગ કરે છે. જ્યારે પુરુષો કરતા મહિલાઓએ ઓનલાઈન શોપિંગ વધુ સગવડભર્યું હોવાનું નોંધ્યુ હતું. ટીઅર 2થી4 શહેરોના ગ્રાહકોએ ટીયર-1 શહેરના ગ્રાહકો કરતા 77 ટકા વધુ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું છે. ગ્રાહકોએ તેઓને છેલ્લા ઓનલાઈન શોપિંગ માટેના ટ્રાન્ઝેકશન માટે એવરેજ 34થી35 મિનિટનો સમય આપ્યો હતો. 24 વર્ષ કરતા ઓછી વયના અને 60 વર્ષ કરતા વધુ વયના ગ્રાહકોને પણ ઓનલાઈન શોપિંગમાં વધુ સુવિધા હોવાનું લાગ્યું હતું. સર્વે રિપોર્ટ મુજબ 65 ટકા ગ્રાહકો ઓનલાઈન શોપિંગ કર્યા બાદ નાણાની ચુકવણી ઓનલાઈન નહીં પરંતુ રોકડેથી જ કરવાનું પસંદ કરે છે.

Leave a comment

Trending