– માનવ શરીરના દરેક કોષ અને પેશીઓના બંધારણ અને કાર્યક્ષમતામાં પ્રોટિન આવશ્યક તત્વ
માનવ શરીરના દરેક કોષ, માંસ પેશી અને તેના બંધારણથી લઈને કાર્યક્ષમતા તથા જ્ઞાન તંતુઓના આદાન પ્રદાન તેમજ વિનિમય માટે ઉપરાંત દરેક માંસ પેશીઓના નિર્માણ માટે ખોરાકમાં પ્રોટિનનને આવશ્યક તત્વ છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબોએ “રાષ્ટ્રીય પ્રોટિન ડે” (૨૭ફેબ્રુ.)નિમિતે જણાવ્યુ હતું કે,જો રોજિંદા જીવન ક્રમમાં પ્રોટિનનનો શરીરની આવશ્યકતા મુજબ ઉપયોગ ન કરાય તો અનેક સમસ્યા ઊભી થઈ શકે છે.જેમકે સ્નાયુની નબળાઈ,થાક લાગવો,સાંધાના દુઃખાવા,ત્વચાની રુક્ષતા, વાળ ખરવા,જ્ઞાન તંતુઓની નબળાઈ ઇમ્યુનિટી નબળી પડવી વિગેરેનો સમાવેશ થાય છે.
પૂરતા પ્રમાણમાં પ્રોટિન લેવા માટે શારીરિક શ્રમ કરતી વ્યક્તિઓ ઉપરાંત મહિલાઓને રોજ બે ગ્લાસ દૂધ અથવા છાસ કે પનીરની જરૂરિયાત રહે છે. યુવાનોએ તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ જ્યારે પ્રૌઢ વયની વ્યક્તિને અનિદ્રા, ડિપ્રેશન, કરચલી પડવી, નિરુત્સાહ જણાય તો તેની પાછળ પ્રોટિનની ઉણપ રહેતી હોય છે. બાળકોમાં પ્રોટિન વિના તેમનો માનસિક અને શારીરિક વિકાસ ખોરવાઈ જાય છે. દાંત જલ્દી પડી જાય છે.
જો પ્રત્યેક વ્યક્તિ અને ખાસ કરીને પુખ્ત વયના લોકોએ પોતાના એક કિલો ગ્રામ વજનના પ્રમાણમાં એક ગ્રામ પ્રોટિન લેવું જરૂરી છે. જો યોગ્ય પ્રમાણમા પ્રોટિન લેવાય તો સ્ટ્રોક આવવાની શક્યતા ઘટે, કોલેસ્ટ્રોલ કાબૂમાં રહી શકે, સ્નાયુ મજબૂત થાય, હાડકાં પોલાં પડતા અટકી શકે છે, શરીરમાં ઉત્સાહનો સંચાર થાય છે એમ તબીબોએ જણાવ્યું હતું.
પ્રોટિનના સ્રોત અંગે ડોક્ટર્સના મંતવ્ય મુજબ દૂધ, પનીર, દહીં, યોગર્ટ, છાસ, ઈંડા, લીલા ચણા, કઠોળ, તુવેર દાળ, બદામ, અખરોટ, કાજુ, કેળાં, તલ અને રેડમિટ, બ્રોક્લી વિગેરેમાંથી પ્રોટીન મળે છે.જો સપ્લીમેન્ટના રૂપે પ્રોટીન લેવું હોય તો તબીબની સલાહ અનુસાર જ લઈ શકાય. પ્રોટિનની ઉણપ માટે હમેંશા તબીબની સલાહ જ મહત્વની રહે છે.






Leave a comment