અદાણી રિયાલ્ટી દ્વારા નવીનત્તમ ડિઝીટલ એક્સપિરિયન્સ સેન્ટરનો શુભારંભ

અદાણી રિયલ્ટી નવીનત્તમ ટેકનોલોજી દ્વારા ગ્રાહકોના અનુભવને વધુને વધુ ઉત્કૃષ્ટ બનાવવા પ્રયાસરત છે. અમદાવાદમાં શાંતિગ્રામ ખાતે સૌ પ્રથમવાર અદ્યતન ટેકનોલોજી ધરાવતા ડિઝીટલ એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અદાણીના હાઈ-એન્ડ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલું આ સેન્ટર રિયલ એસ્ટેટ એક્સપ્લોરેશનમાં નવા ધોરણો સ્થાપિત કરવા સંપૂર્ણપણે તૈયાર છે.

શાંતિગ્રામ ખાતે અદાણી રિયલ્ટીએ ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર થકી ગ્રાહકોના અનુભવને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડવાનો ક્રાંતિકારી અભિગમ અપનાવ્યો છે. જેમાં ભૌતિક અને ડિજિટલ ક્ષેત્રોના સંમિશ્રણને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે શ્રેષ્ઠતા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ નવીત્તમ સેન્ટરમાં મુલાકાતીઓ શાંતિગ્રામની ટાઉનશીપ, ઘરો અને ઓફિસોની વર્ચ્યુઅલ ટુર કરી શકે છે.

રિયલ એસ્ટેટ એક્સપ્લોરેશનને પુનઃવ્યાખ્યાયિત કરતુ અદ્યતન ડિજિટલ એક્સપિરિયન્સ સેન્ટર ગ્રાહકોને અપ્રતિમ ઇમર્સિવ અનુભવ પ્રદાન કરે છે. બ્રાંડ એથોસને સંવેદનાઓથી સંલગ્ન કરવા તેને કાળજીપૂર્વક અને બારીકાઈથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં કલા, વિજ્ઞાન અને ડિજિટલ નવીનતાને એકસાથે એકીકૃત કરી ડિઝાઈન કરવામાં આવ્યા છે. અદાણી રિયલ્ટી ગ્રાહક કેન્દ્રિત સેવા સાથે રિયલ એસ્ટેટના ભાવિના સાક્ષી બનવા સૌને આમંત્રિત કરે છે.

બાંધકામક્ષેત્રે ગેમ ચેન્જર ગણાતા આ નવીન કેન્દ્રમાં ગ્રાહકો ઘરના ઘરનું પઝેશન મળતા પહેલા જ તેનો વર્ચ્યુલ અનુભવ કરી શકશે. સાઇટ પર પૂરા પાડવામાં આવતા ઇમર્સિવ 360 ડિગ્રી અનુભવ સાથે ‘ફિજીટલ’ મોડલ ગ્રાહકોને ટાઉનશિપ, રહેણાંક પ્રોજેક્ટ્સ અને વર્કસ્પેસનો ભાવિ દૃષ્ટિકોણ બતાવશે. વળી ખાસ વાત એ છે કે, ગ્રાહકો ઓફિસથી લઈને સ્પોર્ટ્સ, લીવીંગરૂમ વેગેરેનો અનુભવ આંગળીના ટેરવે અને પોતાની અનુકુળતાએ લઈ શકે છે.

અદાણી રિયલ્ટી ભારતમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અદ્યતન તકનીકી નવીનતાઓ અપનાવવામાં હંમેશા મોખરે રહી છે. કંપની ડ્રોનનો ઉપયોગ કરીને બાંધકામનું મોનિટરિંગ કરવાથી લઈને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરવા સુધીના ઇનોવેશન કરવામાં અવ્વલ રહી છે.  

વર્ચ્યુઅલ રિયાલિટી અમલ કરવાનો ઉદ્દેશ ગ્રાહકોને મિલકત ખરીદતા પહેલા તેનો વાસ્તવિક(વર્ચ્યુલ) અનુભવ કરાવવાનો છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે આ પગલું ગેમ-ચેન્જર સમાન છે. કારણ કે, અગાઉ અમદાવાદમાં આ પ્રકારની સુવિધા રિયલ એસ્ટેટમાં જોવા મળી નથી. રિયલ એસ્ટેટ ઉદ્યોગની પરિભાષા બદલવા અને ગ્રાહકોને સર્વોત્તમ મિલકતોની ખરીદી કરવામાં તે ખુબ જ અસરકારક રહેશે.

Leave a comment

Trending