ગુજરાત સરકારનો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નિર્ણય કર્યો છે, જેમાં સરકારે જુલાઈ-2023થી ચાર ટકા મોંધવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે મોંઘવારી ભથ્થાના વધારાની રકમ એટલે કે આઠ માસનો તફાવત ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે.

મોંધવારી ભથ્થાની વધારાની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે

ગુજરાત સરકાર જુલાઈ-2023થી આપવાના થતાં મોંઘવારી ભથ્થામાં વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તેને 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીમાં ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તે ઉપરાંત તફાવતની રકમનો પ્રથમ હપ્તો માર્ચ-2024ના પગાર સાથે, બીજા હપ્તો એપ્રિલ-2024 અને ત્રીજો હપ્તો મે-2024ના પગાર સાથે કર્મચારીઓ તેમજ પેન્શનરોને ચૂકવવામાં આવશે.

અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારીઓને અને 4.63 લાખ પેન્શનરોને  મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. આ ઉપરાંત  LTC માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર 7મા પગારપંચ પ્રમાણે થશે. અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હતી. આ સિવાચ ગુજરાત સરકાર NPSના કર્મચારીઓમાં 14 ટકા આપશે અને NPSના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે.

Leave a comment

Trending