વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ દ્વારા જાણકારી મેળવી અને જાતે જ સારવાર કરવાના પ્રયત્નોને કારણે સ્વાસ્થ્ય સુધરવાને બદલે ખરાબ થતું હોય છે, આ બાબત ચામડીના રોગમાં ખાસ જોવા મળી હોવાનું જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ત્વચા નિષ્ણાતોએ જણાવ્યું હતું.
જી.કે.માં ચામડીની સારવાર માટે આવતા દર્દીઓની સારવાર સાથે તબીબોએ “ચામડીના દર્દમાં સોશિયલ મીડિયા”ની સલાહનો ઉપયોગ વધુ કરાતો હોવાનું તારણ કાઢ્યું હતું.
હોસ્પિટલના સ્કિન વિભાગના ડો.જૂઈ શાહ અને દિપાલી વડુકુલેએ કહ્યું કે,ખીલ,દાદર,દાજ,વાળ ખરવા વિગેરે જેવી અસર દેખાય સાથે પ્રથમ તો ફેસબુક,ઈન્સ્ટાગ્રામ કે ગૂગલમાંથી અથવા કેટલાક સૌંદર્ય પ્રસાધનોની જાહેરાત દ્વારા મળેલી વિગત મુજબ સારવાર કરે છે.કેટલાક તો વળી કોઈના કહેવાથી દવા લેવાનું કે દેશી નુસખા અપનાવે છે.એવું પણ જાણવા મળ્યું.ઉપરાંત ચહેરાની સુંદરતા વધારવાના બિન જરૂરી ઉપાયો પણ કરતા દર્દીઓ જોવા મળ્યા હતા.
આની વિપરીત અસર પણ જોવા મળી જેમકે જાતે સારવારથી ઘણીવાર ચામડી લાલ થવી,વાળ ઊગવાને બદલે ખરવા,ચામડી પાતળી થવી,ચહેરા ઉપર વણજોઇતા વાળ ઊગવા મુખ્ય હોય છે.
તબીબોના જણાવ્યા મુજબ કોઈપણ ત્વચાના રોગ દેખાય એ સાથે દવાની દુકાનેથી ડાયરેક્ટ દવા લેવાને બદલે સ્કિન ડોક્ટર્સનો સંપર્ક કરી તેમની સૂચના મુજબ સારવાર લેવી જોઈએ.દવાની આડ અસર હોય તો તબીબો દર્દીની તાસીર મુજબ દવા આપે છે.જે નુકસાન ટાળે છે.
ખીલ રોગ માટે સર્વે:
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ચામડીના ડો.ઐશ્વર્યા રામાણીએ કહ્યું કે, કચ્છના લોકોમાં ખાસ કરીને યુવાનોમાં જોવા મળતા ખીલને દૂર કરવા દર્દગ્રસ્તો દવા પછી લે છે, પણ પહેલાં જુદી જુદી સલાહને આધારે જાતે દવા કરે છે, ત્યારે સ્કિન વિભાગે જુદા જુદા ૧૭ જેટલા પ્રશ્નો તૈયાર કરી, સર્વે કરવાનો પ્રયાસ આદર્યો છે.આ પ્રશ્નોનોમાં ખીલ મટાડવા કેટલા લોકો ઘરગથ્થુ, દેશી દવા,સોશિયલ મીડિયાને પ્રયોગ વિગેરેનો સમાવેશ કર્યો છે.






Leave a comment