સરકારે ફેબ્રુઆરી-2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે કે GSTમાંથી 1.68 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ એક વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2023 કરતાં 12.5% વધુ છે. ત્યારે GSTમાંથી 1.49 લાખ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. જાન્યુઆરીના એક મહિના પહેલાંની સરખામણીમાં એ 4 હજાર કરોડ રૂપિયા ઓછા છે. જાન્યુઆરીમાં સરકારે GSTમાંથી 1.72 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
આ સતત 12મી વખત છે, જ્યારે રેવન્યુ કલેક્શન 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. અત્યારસુધીમાં સૌથી વધુ GST કલેક્શન એપ્રિલ 2023માં થયું હતું, જ્યારે આ આંકડો 1.87 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો. આ સિવાય સતત 23 મહિનાથી દેશનું GST કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી પર રહ્યું છે.
CGST 31,785 કરોડ રૂપિયા, SGST 39,615 કરોડ રૂપિયા
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2024માં GST કલેક્શન ₹1,68,337 કરોડ હતું, જેમાં CGST 31,785 કરોડ, SGST 39,615 કરોડ, IGST 84,098 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત કરાયેલ 38,593 કરોડ રૂપિયા સહિત) અને સેસ 12,839 કરોડ હતો. સેસમાં માલની આયાતમાંથી મળેલા 984 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 24માં અત્યારસુધીમાં રૂ. 18.40 લાખ કરોડનું GST કલેક્શન
નાણાકીય વર્ષ 2023-24માં એટલે કે છેલ્લા 11 મહિનામાં (એપ્રિલ 2023-ફેબ્રુઆરી 2024) અત્યારસુધીમાં કુલ 18.40 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2022-23માં કુલ GST કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું.
GSTને 2017માં લાગુ કરવામાં આવ્યો હતો
GST એક ઇનડાયરેક્ટ ટેક્સ છે. અગાઉના વેરાઇટી ઑફ પ્રિવિયસ ઇનડાયરેક્ટ ટેક્સ (VAT), સર્વિસ ટેક્સ, પર્ચેઝ ટેક્સ, એક્સાઇઝ ડ્યૂટી અને અન્ય ઘણા ઇનડાયરેક્ટ ટેક્સને બદલવા માટે GST 2017માં લાગુ કરવામાં આવ્યું હતું. GSTમાં 5, 12, 18 અને 28%ના ચાર સ્લેબ છે.






Leave a comment