મિસ વર્લ્ડ 2023 ફિનાલે કાલે એટલે કે 9 માર્ચના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈમાં યોજાશે. ભારતમાં આ ઈવેન્ટ 27 વર્ષ પછી યોજાઈ રહી છે. આ પહેલાં 1996માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ ફિનાલે યોજાઈ હતી. આ વખતે મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુંબઈમાં ઊછરેલી 22 વર્ષની સિની એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ ગ્રેજ્યુએટ છે.
એક સમય એવો હતો કે જ્યારે સિનીની માતા હેમા શેટ્ટી નહોતી ઇચ્છતી કે તે અભ્યાસ પરથી ધ્યાન હટાવે અને મોડલિંગની દુનિયામાં પ્રવેશ કરે. તે તેની પુત્રીને સુરક્ષિત નોકરી કરતી જોવા માગતી હતી.
મિસ વર્લ્ડ 2023 ફિનાલે પહેલાં દિવ્ય ભાસ્કરે તેમની માતા હેમા શેટ્ટી સાથે વાત કરી હતી. તેમણે સિનીની પસંદ, નાપસંદ અને મોડેલિંગમાં તેની સફર વિશે વાત કરી.
અહીં સુધી પહોંચવા માટે દીકરીએ તનતોડ મહેનત કરીઃ હેમા શેટ્ટી
હેમા શેટ્ટીએ કહ્યું, ‘અમારા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. મારી દીકરીએ આ સ્થાન સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. નાનપણથી જ સિનીને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વધુ રસ હતો. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. ડાન્સ, સ્પોર્ટ્સ, ડ્રામા દરેક ક્ષેત્રમાં તે હંમેશાં આગળ રહે છે. તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર છે. મોટે ભાગે તેમને 90%થી વધુ માર્ક્સ મળ્યા છે.
હેમા વધુમાં કહે છે, ‘સિનીને નાનપણથી જ ડાન્સ કરવાનો ખૂબ શોખ હતો. તેથી જ મેં તેને 4 વર્ષની ઉંમરે ભરતનાટ્યમના ક્લાસમાં જોડાવવાની ફરજ પાડી. તે શાસ્ત્રીય તેમજ બોલિવૂડ ગીતો પર ખૂબ સારું પર્ફોર્મન્સ કરે છે. મારા અને સિનીના પિતા માટે આ ખૂબ જ ખુશીની ક્ષણ છે. મારી દીકરી પર ગર્વ છે, જે આટલા મોટા પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
હું ઇચ્છતી હતી કે મારી દીકરી સુરક્ષિત નોકરી કરે – હેમા શેટ્ટી
‘મને યાદ છે, જ્યારે તે 12મા ધોરણમાં હતી ત્યારે તેના ટ્યૂશન શિક્ષક અને મિત્રો મારી પાસે આવતા અને મને કહેતા કે સિની અન્ય છોકરીઓ કરતાં અલગ છે. જ્યારે તે શાળામાં જતી ત્યારે શિક્ષકો પણ કહેતા કે સિનીમાં એક અલગ જ સ્પાર્ક છે. સિનીએ બ્યૂટી સ્પર્ધાઓ માટે પ્રયાસ કરવો જોઈએ. જોકે તે સમયે હું ઈચ્છતી હતી કે સિની ફક્ત તેના અભ્યાસ પર ધ્યાન આપે. મને ગ્લેમર ફિલ્ડમાં બિલકુલ રસ નહોતો. હું ઇચ્છતી હતી કે મારી પુત્રી તેનો અભ્યાસ પૂર્ણ કરે અને વ્હાઇટ કોલર એટલે કે સુરક્ષિત નોકરી કરે.
મિસ ઈન્ડિયામાં જતાં પહેલાં મારી પરવાનગી માગી હતી – હેમા શેટ્ટી
‘સિનીને તેના કોલેજકાળ દરમિયાન એજન્સીઓ તરફથી મોડલિંગની ઓફર મળવા લાગી હતી. એ સમયે પણ મેં તેને તેના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. પછી જ્યારે મિસ ઈન્ડિયાની ઓફર આવી તો તેણે મારી પાસે ફરીથી પરવાનગી માગી. મેં મારી દીકરીની આંખોમાં એક અલગ જ ચમક જોઈ હતી. તે ખૂબ જ લાગણીશીલ હતી. મેં મારા વિચારો પાછળ મૂકીને મારી દીકરીનાં સપનાંને ટેકો આપવાનું નક્કી કર્યું.






Leave a comment