રાપર તાલુકામા અબોલ પક્ષીઓ માટે અનોખી સેવા કરતુ અનુકંપા ગૃપ

વાગડ વિસ્તારના બંજર ગણાતા વન વગડામાં અબોલ પક્ષીઓને ઉનાળાના ધોમ ધખતા તાપમા આશરો મેળવવા અને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય છે, ત્યારે રાપર શહેરમા રહી છેલ્લા એક દાયકાથી અબોલ પશુઓ અને પક્ષીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓને ઉજ્જ્વળ અનુકંપા જૈન ગૃપ અને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અવિરતપણે કરવામાં આવી રહી છે. જૈન સંસ્થાઓ દ્વારા છેલ્લા એક દાયકાથી રાપર નગર અને તાલુકાના સિમ વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની સમસ્યા હલ કરવા માટે માટીના કુંડા અને ચકલી માટે ચકલી ઘર તથા અબોલ પશુઓ ને ઘાસચારો આપવાની સેવા કરવામાં આવી રહી છે.

આ અંગે માહિતી આપતાં જૈન જાગૃતિ મંડળના પ્રમુખ વિનોદ દોશીએ જણાવ્યું હતું કે જૈન સમાજના બને ગૃપ દ્વારા અબોલ પશુઓ અને પક્ષીઓ ની સેવા માટે છેલ્લા એક દાયકાથી દર ઉનાળામાં પાણી ના કુંડા અને ચકલી ઘર નુ દરેક સમાજ ના મંડળ તથા સમાજ અને ધાર્મિક સ્થળો તથા શાળા કોલેજોમાં વિના મૂલ્યે જરૂર મુજબ આપવામાં આવી રહ્યા છે જેથી અબોલ પક્ષીઓ ની પ્યાસ બુઝાવી શકાય અને વિશ્વ માં થી નામશેષ થઇ રહેલી ચકલી ને બચાવવા નો ભગિરથ મા સહયોગ આપવા મા સહભાગી બન્યા છે તદુપરાંત ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ માટે વિધાર્થીઓને અભ્યાસ માટે સાધનો આપવામાં આવે છે.

છેલ્લા એક દાયકામાં ચકલી ઘર અને પાણીના કુંડા એક લાખ જેટલા વિતરણ કરવામાં આવ્યા છે આ ભગીરથ કાર્ય મા મંડળ ના વિનોદભાઈ દોશી પ્રદિપભાઇ મહેતા ..મહેન્દ્ર મહેતા જીત મહેતા જીતેશ મોરબીયા હર્ષ મોરબીયા કિર્તી ચંદુલાલ મોરબીયા દિવ્ય દોશી પ્રિત મોરબીયા ઋષભ ચરલા વિગેરે આ ભગિરથ કાર્ય મા સહયોગ આપી રહ્યા છે.

Leave a comment

Trending