અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતેની સભામાં રામ મંદિર નિર્માણ માટે પીએમ સન્માન ઠરાવ પસાર કરાયો

અબડાસાના વડા મથક નલિયા ખાતેણી તાલુકા પંચાયત કચેરીમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આયોજીત સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી, મુખ્યવે અયોધ્યા સ્થિત ભગવાન રામના મંદિરના ભવ્ય નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સાધુ સંતોના સફળ પ્રયાસો બદલ અભિનંદન આપતો ઠરાવ સર્વનુમતે પ્રસાર કરવામાં આવ્યો હતો.

પસાર કરાયેલા ઠરાવની દરખાસ્ત મુકનાર શિવજીભાઈ મહેશ્વરીએ થરાવનું વાંચન કર્યું હતું. ઠરાવને સભ્ય રમીલાબેન ગજરાએ સમર્થન આપ્યું હતું. આ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી બીએન ચૌધરી તથા સમગ્ર તાલુકા પંચાયતનો સ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સભા દરમિયાન શાસક પક્ષના સભ્યો હાજર રહ્યા હતા અને રામ મંદિર નિર્માણ અંગે અભિનંદન આપતા અનોખા ઠરાવ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

Leave a comment

Trending