વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજી : નિફ્ટી ફ્યુચર 22008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડાની યોજના યથાવત હોવાના સ્પષ્ટ સંકેતે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક તેજી સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં પણ લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ નાણાકીય વર્ષ 2023-24નો અંત નજીક હોવાથી અને શેરબજારમાં હવે તાજેતરમાં ઘટી ગયેલા અને ફરી આકર્ષક વેલ્યુએશને મળતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટી ખરીદી કરતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું.

ફંડોએ આઈટી શેરોમાં ઈન્ફોસીસલિ., ટીસીએસ લિ., એચસીએલ ટેકનોલોજી, વિપ્રો લિ. તેમજ એચડીએફસી બેન્ક શેરોમાં વેચવાલી સામે લાર્સેન લિ., આઈટીસી લિ., મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, સન ફાર્મા, ભારતી એરટેલ, ટાઈટન કંપની લિ., તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને ઇન્ડસઇન્ડ બેન્કની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર અને કોમોડિટીઝ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ 135 પોઈન્ટના ઉછાળા સાથે 72776 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 52 પોઈન્ટના ઉછાળા સાથે 22155 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 135 પોઈન્ટના ઉછાળા સાથે 46930 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.38% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.06% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3906 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1375 અને વધનારની સંખ્યા 2430 રહી હતી, 101 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મારુતી સુઝુકી ઈન્ડિયા 3.55%, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ 3.55%, ટાઈટન કંપની 2.21%, આઈટીસી 1.71% અને ઈન્ડસઈન્ડ બેન્ક 1.70% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ 2.98%, વિપ્રો 2.73%, એચસીએલ ટેક્નોલોજી 2.46%, ટીસીએસ 1.53% અને ટેક મહિન્દ્રા 1.33% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 2.40 લાખ કરોડ વધીને 382.29 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 21 કંપનીઓ વધી અને 9 કંપનીઓ ઘટી હતી.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22155 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22303 પોઇન્ટના પ્રથમ અને 22373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22108 પોઇન્ટથી 22088 પોઇન્ટ, 22008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 46930 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 46474 પોઇન્ટના પ્રથમ અને 46404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47007 પોઇન્ટથી 47107 પોઇન્ટ, 47202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 46404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ

ઓરબિન્દો ફાર્મા ( 1021 ) :- રૂ.990 નો પ્રથમ તેમજ રૂ.973 બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1047 થી રૂ.1060 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.

જેએસડબ્લ્યૂ સ્ટીલ ( 825 ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.838 થી રૂ.850 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.787 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

ઈન્ડસઈન્ડ બેન્ક ( 1516 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1547 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1497 થી રૂ.1488 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1560 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

વોલ્ટાસ લિ. ( 1070 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયન્સેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1094 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1054 થી રૂ.1040 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1108 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

બજારની ભાવિ દિશા…

ત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે સતત પાંચમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને સાથોસાથ વર્તમાન વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં પોણો ટકો ઘટાડો થવાની શકયતા અકબંધ હોવાના પણ સંકેત આપ્યા છે. ફેડરલ રિઝર્વ ફુગાવો ઘટી રહ્યો છે તેના સ્પષ્ટ સંકેત મેળવવા માગે છે. ફેડરલ રિઝર્વને ફુગાવો બે ટકા સુધી લાવવાનો ટાર્ગેટ અપાયો છે. વ્યાજ દર હાલમાં 5.25 થી 5.50%ની રેન્જમાં છે. વર્ષ 2024ના અંત સુધીમાં વ્યાજ દર ઘટાડી 4.50 થી 4.75%ની રેન્જમાં લાવવાની ધારણાંને પણ જાળવી રખાઈ હતી.

ફેબ્રુઆરીમાં ફુગાવો 3.20% જ્યારે જાન્યુઆરીમાં 3.10% રહ્યો હતો. વ્યાજ દરમાં ઘટાડાના સંકેત ડિસેમ્બરની બેઠકમાં પણ અપાયા હતા. દરમિયાન અન્ય અહેવાલ પ્રમાણે સ્વિસ નેશનલ બેન્કે એક આશ્ચર્યકારક પગલાંમાં વ્યાજ દર પા ટકા ઘટાડી દોઢ ટકા કર્યો છે જ્યારે બેન્ક ઓફ ઈન્ગલેન્ડે તેનો 5.25% વ્યાજ દર જાળવી રાખ્યો છે. વર્તમાન વર્ષમાં અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજને 1.40% પરથી નોંધપાત્ર વધારી ફેડરલે 2.10% કર્યો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનમાં જૂન માસમાં વ્યાજ દરમાં ઘટાડો શરૂ થવાના સંકેત મળી રહ્યા છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

Leave a comment

Trending