મગજમાં નાખેલી ચીપની મદદથી લકવાગ્રસ્તે કોમ્પ્યૂટર ચલાવ્યું

એલન મસ્કની કંપનીને ન્યૂરાલિંકથી બ્રેન કમ્પ્યૂટર ઇન્ટરફેસ ટેકનોલોજીમાં એક મોટી કામયાબી મળી છે. જેમાં એક લકવાગ્રસ્ત વ્યકિતએ કમ્પ્યૂટરના કર્સરને ઓપરેટ કર્યુ હતું એટલું જ નહી વિચારીને ચેસ રમવામાં પણ સફળતા મળી હતી. આ અંગેનો એક વીડિયો ન્યૂરાલિંકને એકસ પર શેર કરવામાં આવી રહયો છે.

જાણકારી મુજબ ૨૯ વર્ષના નોલેન્ડ અબાર્ધ નામના શખ્સને ખંભાથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત હતો. આઠ વર્ષ પહેલા ગમખ્વાર અકસ્માતમાં લકવાગ્રસ્ત જીવન જીવવા મજબૂર હતો. આ ઘટના પછી કોઇ પણ પ્રકારની ગેમ રમી શકતો ન હતો. હતાશ થઇને કયારેય ગેમ નહી રમી શકે એવું માની લીધું હતું. હવે તે ફરી ગેમ રમવા માટે સક્ષમ બન્યો છે. તેને ન્યૂરાલિકના વીડિયોમાં કર્સરને મગજથી નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો.

ન્યૂરાલિકની સ્થાપના સ્ટાર્ટઅપ કિંગ એલનમસ્કએ મેડિકલ રિસર્ચ એકમ તરીકે સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ દિવ્યાંગ વ્યકિતઓ પોતાની ખોડખાપણ છતાં દુનિયા સાથે કદમતાલ મિલાવી શકે તેવો હતો. ન્યૂરા ટેકનોલોજીમાં એક પરિષ્કૃત પ્રત્યારોપણ પ્રક્રિયા હોય છે જેમાં રોબોટ દિમાંગમાં દોરા જેવા ઇલેકટ્રોડ નાખવામાં આવે છે. આની મદદથી તંત્રિકા ગતિવિધિ અને કમ્પ્યુટિંગ ઉપકરણોની વચ્ચે સંચાર કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૯ વર્ષના શખ્સે પોતાની સર્જરીને ખૂબજ સામાન્ય ગણાવી હતી. જે દિવસે સર્જરી થાય છે એ  જ દિવસે જ રજા મળી જાય છે. ન્યુરાલિકનો ભાગ બનીને શખ્સે પોતાની જાતને ભાગ્યશાળી માની હતી. ન્યૂરાલિંક ડિવાઇસ સિક્કા જેના આકારનું હોય છે જેનો પ્રયોગ હજુ પણ ચાલી રહયા છે. જો આમાં સંપૂર્ણ સફળતા મળશે તો ખૂબ મોટી ઉપલબ્ધિ ગણાશે. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ચિપની મદદથી અંધ વ્યકિત પણ જોઇ શકશે. જે લોકોનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું છે તેવો પણ ચાલતા થઇ શકશે.

Leave a comment

Trending