જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૪ વર્ષની માસૂમ દીકરીને જન્મથી જ આંખ અને ભ્રમર વચ્ચે રહેલી ગાંઠને(ડર્મોઇડ સિસ્ટ આઇ), આંખ વિભાગના તબીબોએ શસ્ત્રક્રિયાથી દૂર કરી બાળકીને ભવિષ્યમાં કોઈ દર્દ કે દ્રશ્ય સમસ્યા થાય તે પહેલાં જ આંખને સુરક્ષિત કરી દીધી.
જી.કે. ના ચક્ષુ નિષ્ણાત ડો.અતુલ મોડેસરાએ કહ્યું કે, ભુજની ૪ વર્ષની ફાતિમાને જન્મથી જ આંખ ઉપર ગાંઠ હતી.તેના વિકાસ સાથે નેત્ર ગોલક ઉપર દબાણ વધતું જતું હતું. અને આંખ ઢળતી જતી હતી.આ ગાંઠ ભવિષ્યમાં વધુ વિકાસ પામે અને નજરને નુકસાન કરી શકે તેમ હોવાથી ગાંઠ દૂર કરવામાં આવી હતી.
આ શસ્ત્રક્રિયામાં આંખના ડો.નૌરિન મેમણ, ડો.વૃંદા ગોગદાની, ડો.ચિંતન ચૌધરી અને ડો.ધ્રુવી શાહ જોડાયા હતા. ઉપરાંત એનેસ્થેટિક વિભાગના ડો.ચિરાગ અને તેમની ટીમે જટિલ શસ્ત્રક્રિયાને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું. તબીબોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આંખની આજુબાજુ ગાંઠ જોવા મળતી હોય છે પરંતુ નેત્ર ગોલક ઉપરની ગાંઠ વધુ નુકસાન કરે છે.






Leave a comment