– દર્દીના એક ફેફસામાં અને ચામડી નીચે હવા ભરાઈ જતાં શ્વસનતંત્રની દેહ ધાર્મિક પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાયો હતો
જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડિસિન અને રેસ્પિરિટરી તબીબોએ જંતુનાશક દવા પી ગયેલી યુવતીના તન- બદનમાં પ્રસરેલી ઝેરની અસર શ્વસનતંત્ર માટે એટલી તીવ્ર અને જટિલ હતી કે યુવતીને વેન્ટિલેટર સહિતની ૨૯ દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ શરીરમાંથી ઝેરની અસર સંપૂર્ણ નાબૂદ કરી,બચાવી લીધી હતી.
જી.કે.ના મેડિસિન વિભાગના હેડ ડો.યેશા ચૌહાણે યુવતીને સ્વસ્થ બનાવી ડિસ્ચાર્જ આપ્યા બાદ કહ્યું કે,.કુકમા ગામની ૧૭ વર્ષની યુવતીએ જંતુનાશક દવા પી લીધા બાદ અત્રે ઇમરજન્સી વોર્ડમાં આવી ત્યારે લવાજની પ્રાથમિક સારવાર આપી ઝેરી દવા બહાર કાઢી લીધી પણ ઝેરી દવાએ શ્વસનતંત્રને ભારે નુકસાન કર્યું હતું.
શ્વસનતંત્રના દેહ ધાર્મિક કાર્યને પૂર્વવૃત કરવાના નિર્ધાર સાથે દર્દીને વેન્ટિલેટર ઉપર લેવા બાદ પણ ઝેરની અસર યુવતીનો પીછો છોડવા તૈયાર ન હોય તેમ શરીરની ચામડીના નીચેના ભાગમાં અને એક ફેફસામાં હવા ભરાઈ અને ભાગ્યેજ જોવા મળે તેવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ હતી.
રેસ્પિરેટરી વિભાગે ચામડીના ભાગમાં નિક દ્વારા અને પાંસળીના હાડકાની વચ્ચે આઇ.સી.ડી. ઇન્ટર કોટસ્યુલ ડ્રેનેજ ટ્યુબ દ્વારા હવા બહાર કાઢી.
આટલી સાવચેતી પછી પણ રાહત ના હોય તેમ તેને ન્યૂમોનિયા થઈ ગયો હતો. હેવી એન્ટીબાયોટિક આપી એ જટિલતા પણ દૂર કરી.અને પૂરા ૧૫ દિવસ વેન્ટિલેટર પર રાખી કુલ ૨૯ દિવસની સારવાર બાદ તેને પૂર્વવૃત બનાવી ડિસ્ચાર્જ આપ્યો.આ સારવારમાં પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલે,ડો.વિવેક સોલંકી,ડો.ફોરમ રૂપારેલ, ડો. જય ગોર,ડો.સ્મિત યાદવ, ડોઅંકિત પટેલ, ડો. ચંદ્રહાસ પડવી,ડો.સિદ્ધાર્થ, ડો.હેનીલ અને ડો.દર્શિત સારવારમાં જોડાયા હતા.






Leave a comment