ઈન્ટરનેટ-સ્માર્ટફોનના આજના યુગમાં ભલે ટપાલનું ચલણ બહુ ઘટી ગયું છે, પણ પોસ્ટ તંત્ર પર ટપાલ-કવરોના વિતરણ અને નાની બચત યોજનાઓના સંચાલન ઉપરાંત પણ અનેક જાતની વીમા યોજનાઓનું સંચાલન, પોસ્ટ પેમેન્ટ બેન્કિંગ, આધાર કાર્ડ, વિધવા સહાય, ગોલ્ડ બોન્ડ સહિત અનેક પ્રકારની કામગીરી પણ સંભાળવી પડે છે. કચ્છના ડાક વિભાગમાં બચત યોજનાના કુલ છ લાખ ખાતાં છે અને અંદાજે 6.37 અબજ જેટલી ડિપોઝિટ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જ પોસ્ટ ઓફિસ બચત યોજનાના 11000 જેટલા ખાતા ખૂલ્યા હતા, તેમાં રૂા. 1.76 અબજનું રોકાણ થયું હતું અને રૂા. 1.37 અબજ જેટલી રકમ પાકતી થઈ હતી. અગાઉના વર્ષોની તુલનાએ 2023-24ના નાણાંકીય વર્ષમાં નવી થાપણોનું પ્રમાણ ઘટયું છે.
નાની બચતોના પ્રમાણમાં ઓછા વ્યાજદર અને ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં પણ રોકાણનો મોટો પ્રવાહ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળતાં તેની અસર પોસ્ટ બચતની ડિપોઝિટ પર જોઇ?શકાય છે. છેવાડાના ગામો સુધી ટપાલ-કવરોના વિતરણ અને બેન્કિંગ ઉપરાંત સરકારી યોજનાઓના અમલીકરણમાં ડાક વિભાગની મહત્ત્વની ભૂમિકા છે પણ પોસ્ટની નાની બચતની યોજનાઓમાં જ લોકોનું મોટા પાયે રોકાણ હોય છે, ત્યારે આ વિભાગને ઘણી બધી કામગીરી સોંપવાને બદલે નાની બચતોની કામગીરી વધુ સારી રીતે થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. – ઝુંબેશ દરમ્યાન 7500 નવાં ખાતાં ખૂલ્યાં : પોસ્ટ વિભાગમાંથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, તાજેતરમાં પોસ્ટમાસ્તર જનરલ રાજકોટ દ્વારા નાની બચત યોજનાઓના ખાતા ખોલવાની ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં 7પ00 નવા ખાતા ખૂલ્યા હતા. બચત યોજનાઓના કુલ છ લાખ એકાઉન્ટ છે, જેમાં બાળકીઓ માટેની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના 4પપ00 ખાતા સામેલ છે તેમજ મહિલા સન્માન બચતપત્રના 2પપ0 ખાતા ખૂલ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયાં વર્ષે નવા ખાતા ખોલવાની બચત બસંત ઝુંબેશ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છ ડિવિઝનમાં સૌથી વધુ ખાતા કચ્છ વિભાગમાં ખૂલ્યા હતા. જો કે, માહિતગાર વર્તુળો જણાવે છે કે ઉપરથી નવા ખાતા ખોલવા માટે મોટા મોટા લક્ષ્યાંકો આપી દેવાય છે જે ખરેખર શક્ય ન હોય એટલે પોસ્ટના એજન્ટો પર ઘણા ખાતા ખોલવાનું દબાણ કરાય છે.
એ જ રીતે પોસ્ટ વિભાગના કર્મચારીઓ અને બ્રાન્ચ પોસ્ટ માસ્તરોએ પણ ઘરના નાણાં રોકીને કેટલાય ખાતા ખોલવા પડે છે. – અંત્યોદય શ્રમિક વીમામાં કચ્છના 18000 આવરી લેવાયા : ચાલુ નાણાંકીય વર્ષમાં કચ્છની પોસ્ટ ઓફિસોમાં આધાર બનાવવા તેમજ આધાર કાર્ડમાં સુધારા કરવાના 7પ00 જેટલા ટ્રાન્ઝેક્શન થયા હતા. શ્રમિક વર્ગને વીમા કવરેજ માટે ગયાં વર્ષે ઓગસ્ટમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અમલી બનાવાઈ હતી. આ યોજના અંતર્ગત કચ્છમાં 18000 શ્રમિકને આવરી લેવાયા છે.
વિભાગ દ્વારા કચ્છના ઉદ્યોગોમાં પણ બિનકુશળ મજૂરોને આ યોજનાનો લાભ મળે એ માટે પ્રયાસો કરાયા હતા. 2023-24 દરમ્યાન ટપાલ વીમા યોજનાની 1269 પોલિસી દ્વારા 68 લાખનું પ્રીમિયમ ક્લેક્ટ કરી રૂા. પ4 કરોડનું વીમા કવચ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કની પણ?કામગીરીનો ઉમેરો થયો છે. – માર્ચમાં પ4.72 લાખના ગોલ્ડ બોન્ડ ખરીદાયા : સરકાર દ્વારા વર્ષમાં ચાર-પાંચ સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસો મારફત પણ આ બોન્ડ ખરીદી શકાય છે. માર્ચ મહિનામાં કચ્છની પોસ્ટ ઓફિસોમાંથી 8પ0 ગ્રામ એટલે કે, રૂા. પ4.72 લાખના ગોલ્ડ બોન્ડની ખરીદી કરાઈ હતી. – ભુજની વડી ટપાલ કચેરીમાં ખાતેદારો માટે વધુ જગ્યા ઉપલબ્ધ થશે.
કચ્છમાં પોસ્ટની નાની બચત યોજનાઓમાં કરોડો રૂપિયાનું રોકાણ છે અને ખાતેદારોની સંખ્યા મોટી છે જે પૈકી સિનિયર સિટીઝનો પણ ઘણા છે, પણ ભુજ ખાતેની વડી કચેરીમાં વિવિધ કાઉન્ટરની આગળ ખાતેદારો માટે વિશાળ જગ્યા ન હોવાથી ઘણી વાર ભીડ જેવી સ્થિતિ થઈ જાય છે અને તેની ફરિયાદ પણ ઊઠતી રહે છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આ માટે હાલના કાઉન્ટર તોડીને તેના સ્થાને લાકડાના નવા કાઉન્ટર બનાવવાનો તેમજ એ નવા કાઉન્ટર થોડા પાછળ લઈ જવા માટે એક પ્રસ્તાવ પણ જાન્યુઆરીમાં મૂકવામાં આવ્યો છે. રાજકોટ ખાતેની વડી કચેરીમાંથી તેને મંજૂરી મળ્યે કામ કરવામાં આવશે અને ખાતેદારો માટે વધુ જગ્યા ઉપલબ્ધ બનશે.






Leave a comment