ભોરારા ક્રિકેટ કલબ દ્વારા સ્વ. રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા સ્મૃતિ કપ યોજાયો હતો. ભોરારા ગૌસેવાના લાભાર્થે આયોજન કરાયું હતું, જેમાં થોડીક જ ક્ષણોમાં ગાયોના ચારા માટે માતબર રકમ રૂપિયા પાંચ લાખ એકત્ર થયા હતા, જે ભોરારા પશુરક્ષા કેન્દ્રમાં આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં 16 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં ઇન્દ્ર ટાઇગર-મોખા વિરુદ્ધ સોનલશક્તિ -ઝરપરાનો મુકાબલો થયો હતો જેમાં મોખા ટીમ ચેમ્પિયન થઈ હતી.
મેન ઓફ ધ સિરીઝ જય સોની, બેસ્ટ બેટ્સમેન કરણસિંહ પઢિયાર, બેસ્ટ બોલર મહેન્દ્રસિંહ જાડેજાને નવાજવામાં આવ્યા હતા. સમગ્ર ટૂર્નામેન્ટમાં સરપંચ શક્તિસિંહ જાડેજા, ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજા, વિપુલસિંહ વાઘેલા, રણજિતસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ જાડેજા, દિલુભા જાડેજા ઉપરાંત કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજ પ્રમુખ કિશોરભાઇ પિંગોલ, સુરેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ પરમાર, રાણુભા જાડેજા તથા ભોરારાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમ્પાયર તરીકે જયપાલસિંહ વાઘેલા, દિલીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, કોમેન્ટેટર તરીકે મહેન્દ્રસિંહ વાઘેલા, રણજિતસિંહ વાઘેલાએ સેવા આપી હતી. ક્રિકેટરસિકો ફાઇનલ મેચ જોવા ઊમટી પડયા હતા.






Leave a comment