સરકાર જરૂર પડ્યે અગ્નિવીર ભરતી યોજનામાં ફેરફાર કરવા તૈયાર – રક્ષા મંત્રી રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે તેમની સરકાર જરૂર પડ્યે અગ્નિવીર ભરતી યોજનામાં ફેરફાર કરવા તૈયાર છે. ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉના સમિટમાં બોલતા સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે સરકારે સુનિશ્ચિત કર્યું છે કે અગ્નિવીરોનું ભવિષ્ય સુરક્ષિત છે.

તેમણે કહ્યું- સેનાને યુવાનોની જરૂર છે. મને લાગે છે કે યુવા ઉત્સાહથી ભરેલા હોય છે. તેઓ ટેક-પ્રેમી હોય છે. તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે તેની અમે યોગ્ય કાળજી લીધી છે. જરૂર પડશે તો અમે ફેરફારો પણ કરીશું.

અગ્નિવીર યોજના લાગુ થતાં જ વિવાદમાં આવી ગઈ હતી. વિપક્ષે આ યોજનામાં માત્ર 4 વર્ષની સેવાને યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો. કોંગ્રેસે પોતાના ચૂંટણી પ્રચારમાં અગ્નિવીર યોજનાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે.

2022માં લાગુ થઇ હતી અગ્નવીર યોજના

કેન્દ્ર સરકારે આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય શાખાઓમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર 4 વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે.

યુવકે રાહુલ ગાંધીને કહ્યું હતું- અગ્નિવીરની વાત સાંભળીને લગ્ન પણ થતા નથી

આ મહિને મધ્યપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ગ્વાલિયરમાં અગ્નિવીર ભરતી સાથે જોડાયેલા યુવાનો અને ભૂતપૂર્વ સૈનિકો સાથે લગભગ 40 મિનિટ વાત કરી હતી. અહીં સૈન્યની તૈયારી કરી રહેલા યુવાનોએ જણાવ્યું હતું કે સૈનિક બનવા પર જે સન્માન મળતું હતું તે હવે અગ્નિવીર બનવા પર નથી મળતું. ન તો શહીદનો દરજ્જો, ન તો પેન્શન અને કેન્ટીનની સુવિધા પણ નથી મળતી.

એટલે સુધી છે કે હવે તો અગ્નિવીરની વાત સાંભળ્યા પછી અમારા લગ્નની વાત પણ નથી આવતી. આના પર રાહુલ ગાંધીએ યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ અગ્નિવીર ભરતી યોજનામાં જે પણ સુધારા કરી શકશે તે ચોક્કસ કરશે.

રાહુલે કહ્યું હતું- મોદી સરકાર અગ્નિવીર યોજના લઈને આવી છે, જેથી સૈનિકોની ટ્રેનિંગ અને પેન્શનના પૈસા અદાણીને આપી શકાય. ચારમાંથી ત્રણ લોકોને અગ્નિવીર યોજનામાંથી બહાર કાઢી નાખવામાં આવશે.

Leave a comment

Trending