અમારે ત્યાં બાળક જન્મે તો ‘આઈ’ અને ‘AI’ બંને બોલે – PM મોદી

આપણા દેશમાં બાળકનો જન્મ થાય ત્યારે ‘આઈ’ (મા) પણ બોલે છે અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પણ બોલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી.

આ આખો ઇન્ટરવ્યૂ આજે બ્રોડકાસ્ટ થશે. જેની થીમ ‘ફ્રોમ એઆઈ ટૂ ડિજિટલ પેમેન્ટ્સ’ છે. ન્યૂઝ એજન્સી ANIએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઇન્ટરવ્યૂનો પ્રોમો જાહેર કર્યો હતો.

ટીઝરમાં વડાપ્રધાન મોદીની બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટરેલિજન્સ (AI), ડિજિટલ રિવોલ્યૂશન, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, નારી શક્તિ, ક્લાઇમેટ ચેન્જ અને ગવર્નેંસ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળ્યા છે.

જોકે, આ વખતે આપણે ઘણાં સમયે મળ્યા. G20 પહેલાં આપણી વચ્ચે ઘણી વાતો થઈ હતી. તમે કદાચ નોંધ્યું હશે કે G20 એકદમ ડાબે-જમણે, જમણે-ડાબે જઈ રહ્યું હતું. હવે સંપૂર્ણ રીતે તેનો જન્મ થઈ ગયો છે, તેને હવે મેઇન સ્ટ્રીમ પર લઈ આવ્યા છીએ અને લગભગ તમે તેનો અનુભવ પણ કરતા હશો.

બિલ ગેટ્સ- G20 હવે વધારે ઇન્ક્લૂસિવ થઈ ગયું છે. તેથી ભારતે ખરેખર ડિજિટલ ઈનોવેશન જેવી બાબતોને પ્રોત્સાહન આપ્યું છે તે જોઈને આનંદ થયો. G20 ખરેખર એક એવી મિકેનિઝમ બની શકે છે જે સંબંધોને સુધારી શકે છે. તમે જાણો છો કે અમારું ફાઉન્ડેશન ભારતમાં સકારાત્મક પરિણામોથી પ્રોત્સાહિત છે. સાથે અમે તેને અન્ય દેશોમાં પણ લઈ જઈશું.

પીએમ મોદી- તમારી વાત સાચી છે, ‘જ્યારે હું ઇન્ડોનેશિયામાં G-20 સમિટમાં ગયો હતો, ત્યારે વિશ્વના તમામ દેશોમાં ઉત્સુકતા હતી કે તમે કેવી રીતે ડિજિટલ ક્રાંતિ લાવ્યા છો. પછી હું તેમને સમજાવતો કે લોકતાંત્રિક બનાવી દીધી છે.

આના પર કોઈનો એકાધિકાર હશે નહીં. આ જનતાની હશે, જનતા દ્વારા હશે અને જનતામાં ઉભરતી પ્રતિભા તેમાં વેલ્યૂ એડ કરશે. જેનાથી લોકોનો પણ ટેક્નોલોજી પર વિશ્વાસ વધશે. જેમ 10 ડોક્ટર હોય છે, બધા MBBS. પરંતુ એક ડોક્ટર પાસે વધારે લોકો જાય છે. જે જણાવે છે કે તે ડોક્ટરમાં લોકોને વિશ્વાસ છે.

સાઇકલ ચલાવતા આવડતું નહોતું, આજે ડ્રોન ચલાવે છે

ઇન્ટરવ્યૂ દરમિયાન બિલ ગેટ્સ પીએમ મોદીને કહે છે, ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતની થીમ એવી હોવી જોઈએ જે બધા માટે હોય. આના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, ગામડાઓમાં મહિલાઓ એટલે- ભેંસ ચરાવવી, ગાયો ચરાવવી, દૂધ કાઢવું.

પરંતુ એવું નથી, મેં તેમના હાથમાં ટેક્નોલોજી (ડ્રોન) આપ્યું છે. આ દિવસોમાં જ્યારે ડ્રોન દીદી સાથે વાત કરે છું, તે ખુશ થઈ જાય છે. તેઓ કહે છે કે અમને સાઇકલ ચલાવતા આવડતું નહોતું, આજે અમે પાઇલટ બની ગયા છીએ, ડ્રોન ઉડાડીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું- મારું જેકેટ રિસાઇકલ મટિરિયલમાંથી બન્યું છે

બિલ ગેટ્સે મોદીને પૂછ્યું- ભારતનો ઇતિહાસ જ પર્યાવરણને અનુકૂળ રહ્યો છે, જેને હાલના સમય સાથે ઘણોખરો જોડી શકાય છે. જેના જવાબમાં પીએમે પોતાનું જેકેટ બતાવીને કહ્યું, આ જેકેટ રિસાઇકલ મટિરિયલમાંથી બન્યું છે. તેમણે કહ્યું, અમે પ્રગતિના પેરામીટર ક્લાઇમેટ ફ્રેન્ડલી બનાવ્યા હતા, આજે અમારી પ્રગતિના બધા જ પેરામીટર એન્ટિ-ક્લાઇમેટ છે.

કોરોનાકાળ દરમિયાન વેક્સિન બનાવવી અને તેને આખા દેશ-દુનિયામાં પહોંચાડવી એના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, તમે લોકોને એજ્યુકેટ કરો અને તેમને સાથે લઇને ચાલો. આ વાઇરસ Vs ગવર્મેન્ટ નથી, પરંતુ લાઇફ Vs વાઇરસની લડાઈ છે.

બિલ વિશ્વના 7મા સૌથી અમીર વ્યક્તિ છે

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ વિશ્વના 7મા સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 131.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 10.94 લાખ કરોડ રૂપિયા છે. બિલ ગેટ્સે 1975માં માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. તેઓ 2000 સુધી કંપનીમાં CEOના પદ પર હતા.

બિલ ગેટ્સ ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓ 1 માર્ચ, 2024ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે ઘણા વૈશ્વિક મુદ્દાઓ અને પરિવર્તનની જરૂરિયાત પર ચર્ચા થઈ હતી.

Leave a comment

Trending