દેશના 89% કર્મચારીઓ પડકારો અને વધુ જવાબદારીથી પ્રેરિત છે. તેઓ કામને એક ચોક્કસ અર્થ અને પરિપૂર્ણતાના સ્ત્રોત તરીકે જુએ છે. HR થિન્ક ટેન્ક યુકેજી વર્કફોર્સ ઇન્સ્ટિટ્યૂટના વૈશ્વિક સ્ટડી અનુસાર ભારતના 89% કર્મચારીઓ પડકારો અને વધુ જવાબદારીથી પ્રેરિત રહે છે અને 84% કર્મચારીઓના મતે તેમના મેનેજર્સ તેમની સંભાળ રાખે છે અને સહાનુભૂતિ પણ ધરાવે છે.
આ અભ્યાસ ભારત સહિત 10 દેશોમાં કરવામાં આવ્યો છે. જેમાં મેનેજર્સ અને ટોચના સ્તરના એક્ઝિક્યુટિવ્સ સહિત 4,000થી વધુ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા. ભારતમાં, 72% કર્મચારીઓના મતે તેમના મેનેજર્સના સહયોગ, પ્રોત્સાહન અને તેમનું નેતૃત્વ તેઓને ઉત્તરોઉતર આગળ વધવા માટે પ્રેરિત કરે છે. 40% કર્મચારીઓ અનુસાર મેનેજર્સ જે કર્મચારીઓના સીધા જ સંપર્કમાં રહે છે તે તેમને વધુ ઉત્સાહી રાખે છે. જો કે, અભ્યાસ અનુસાર 78% કર્મચારીઓ નોકરી દરમિયાન થાક અનુભવે છે જેનાથી તેમના આરોગ્ય પર અસર થાય છે. 64% કર્મચારીઓ કામના ભારણમાં ઘટાડો સહેલાઇથી સ્વીકારશે. તે અનુરૂપ પગારમાં ઘટાડા માટે પણ તૈયાર રહેશે. જે દર્શાવે છે કે દેશના મોટા ભાગના કર્મચારીઓ વર્ક-લાઇફ બેલેન્સના મહત્વને સારી રીતે જાણે છે અને આર્થિક ફાયદા કરતાં પણ તેને વધુ મહત્વ આપે છે. વાસ્તવમાં, 91% કર્મચારીઓને તેમના મેનેજર્સ મદદરૂપ છે.
76% કર્મચારીઓ માટે નોકરી ચોક્કસ અર્થ ધરાવે છે
તદુપરાંત, અભ્યાસ અનુસાર કામના પ્રકૃતિ પ્રત્યેના કર્મચારીઓના વલણ અનુસાર નોકરીને હવે માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા માટેના સાધન તરીકે જ જોવામાં આવતું નથી, ભારતના 76% કર્મચારીઓ માટે નોકરી માત્ર કામથી પણ વધુ છે અને તેમના જીવનમાં ખાસ અર્થ ધરાવે છે. જ્યારે 72% કર્મચારીઓ માને છે કે તેમની સંસ્થામાં તેઓ પરિવર્તન લાવવામાં અગત્યની ભૂમિકા ધરાવે છે.






Leave a comment