ભારતના કન્ટેનર કાર્ગોના ત્રીજા ભાગથી વધુ એકલા મુન્દ્રા પોર્ટેએ 7.4 મિલિયનથી વધુ TEUsનું પરિવહન કર્યું

ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ (APSEZ) એ તેના સંચાલન હસ્તકના આંતરરાષ્ટ્રીય બંદરો સહિત નાણાકીય વર્ષ-૨૪ માં વાર્ષિક ધોરણે 24%ની વૃધ્ધિ સાથે 420 MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે, જેમાં કંપનીના ભારત સ્થિત બંદરો ખાતે 408 MMT કાર્ગોના હેન્ડલિંગનો સમાવેશ થાય છે. તથા કંપનીના આંતરરાષ્ટ્રીય બંદરો સહિતના તેના બંદરોના કાફલાએ માર્ચ 2024માં તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક 38 MMTથી વધુ કાર્ગોના જથ્થાનું પણ સંચાલન કર્યું છે. કંપનીના સંચાલન હસ્તકના દેશના દસ બંદરો અને ટર્મિનલ્સે વિક્રમજનક કાર્ગો વોલ્યુમનું પરિવહન કર્યું છે:. તદનુસાર મુંદ્રા 180 તુણા 10, હજીરા 26, મોર્મુગાઓ 5, કરાઈકલ 12, એન્નોર 13, કટ્ટુપલ્લી 12, કૃષ્ણપટ્ટનમ 59, ગંગાવરમ 37  અને ધામરા સ્થિત બંદરોએ 43 MMT કાર્ગોનું સંચાલન કર્યું છે.

નાણાકીય વર્ષ-24 દરમિયાન તમામ ભારતીય કાર્ગો વોલ્યુમના ચોથા ભાગથી વધુ કાર્ગો APSEZ હસ્તકના બંદરો દ્વારા રૂટ કરવામાં આવ્યો હતો. APSEZનું આ ગણનાપાત્ર યોગદાન ભારતની વિકાસ યાત્રાને વેગવાન બનાવવામાં તેની સક્રિય ભૂમિકાને દર્શાવા સાથે. તે ભારતના સૌથી મોટા પોર્ટ ઓપરેટરેએ નાણાકીય વર્ષની શરૂઆતમાં આપવામાં આવેલ 370 MMT-390 MMTના કાર્ગો વોલ્યુમના આંકને સરળતાથી વટાવી દીધું છે. 

APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, વાર્ષિક કાર્ગો થ્રુપુટના પ્રથમ 100 MMT હાંસલ કરવામાં કંપનીને 14 વર્ષ લાગ્યા હતા, જ્યારે બીજા અને ત્રીજા 100 MMT થ્રુપુટ અનુક્રમે 5 અને 3 વર્ષમાં પ્રાપ્ત થયા હતા. તાજેતરનો 100 MMTનો આંક બે વર્ષથી ઓછા સમયમાં હાંસલ કરવામાં આવ્યો છે. અમારી ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગમાં શિરમોર પોર્ટ ઓપરેટર તરીકેની અમારી સ્થિતિ જાળવી રાખવા માટેના પ્રયાસોનો આ પુરાવો છે.

કંપની એ તમામ નિર્ણયોમાં APSEZ એ ગ્રાહકોને મોખરે રાખીને આ અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે. ગ્રાહકો સાથે વ્યૂહાત્મક ભાગીદારીના કંપનીના અભિગમે મુખ્ય હિસ્સેદારો સાથે લાંબા ગાળાના જોડાણો કર્યા છે. વિશ્વકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા સમર્થિત કંપનીના બંદરોએ ઉચ્ચ કક્ષાની સંચાલનની કાર્યક્ષમતા પૂરી પાડીને અંતરિયાળ વિસ્તારો બંદરીય સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા બિઝનેસ મોડલ સફળતાપૂર્વક ગ્રાહકોને ઉત્તમ સેવાઓ આપવામાં અને બજાર હિસ્સામાં સુધારો કરવામાં APSEZ સફળ રહ્યું છે.

રાતા સમુદ્રની સમસ્યા, રશિયા-યુક્રેન સંઘર્ષ, પનામા કેનાલ પરના મુદ્દાઓ અને બિપરજોય અને મિચાઉંગ ચક્રવાતના કારણે કામગીરીમાં વિક્ષેપ જેવા અનેક પડકારોની વચ્ચે મેળવેલ આ સિદ્ધિઓને નોંધપાત્ર બનાવી છે.

ચાલુ વર્ષે APSEZએ કામગીરીના વિવિધ નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. તે મુજબ તેના મુખ્ય મુન્દ્રા બંદર ઓક્ટોબર- 2023ના એક જ મહિનામાં 16 MMT કાર્ગો હેન્ડલ કરનાર ભારતનું પ્રથમ બન્યું છે. તેના કન્ટેનર ટર્મિનલ CT-3એ વર્ષ દરમિયાન 30 લાખ TEU અને નવેમ્બર 2023ના એક જ મહિનામાં લગભગ 3 લાખ TEU હેન્ડલ કરી ભારતમાં પ્રથમ બનવાનું સિમાચિહ્ન હાંસલ કર્યું હતું. તેણે લગભગ 399 મીટર લાંબુ અને 54 મીટર પહોળું કોઈપણ ભારતીય બંદર પર અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ બર્થ કર્યું હતું અને એક જ જહાજ, MV MSC લિવોર્નો પર સૌથી વધુ સંખ્યામાં 16,569 TEU હેન્ડલ કર્યા હતા, જે શ્રેષ્ઠ રાષ્ટ્રીય 16,400 TEUsને વટાવી ગયા હતા. તેણે 4,300 થી વધુ જહાજોનું સંચાલન કરીને પોતાના અગાઉના 3,938 જહાજોના વિક્રમને વટાવ્યો છે.

કન્ટેનર કાર્ગોના ક્ષેત્રમાં મુન્દ્રા, હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર ખાતેના બંદરોએ વિક્રમી વોલ્યુમનું સંચાલન કર્યું હતું. ભારતમાં લગભગ 44% કન્ટેનરાઇઝ્ડ દરિયાઈ કાર્ગો એપીએસઈઝેડ હસ્તકના બંદરોમાંથી પસાર થાય છે. છેલ્લા 5 વર્ષમાં તેના કન્ટેનર વોલ્યુમો 5% ની અખિલ ભારતીય વૃદ્ધિની તુલનામાં 11% અર્થાત ભારતના કન્ટેનર વૃદ્ધિના 2X વધ્યા  છે. મુન્દ્રા બંદરે રેલ્વે દ્વારા 1.9 MTEUsના વિક્રમરુપ કન્ટેનર વોલ્યુમનું સંચાલન કર્યું છે જે ગત વર્ષની તુલનાએ 12% ની વૃદ્ધિ દર્શાવે છે.ગયા વર્ષના 54%ની સરખામણીએ ફેબ્રુઆરી 2024 સુધીમાં ડબલ સ્ટેક ગુણાંક 59% હતો.

ડ્રાય કાર્ગોના ક્ષેત્રમાં ચાલુ નાણાકીય વર્ષમાં તુણા, મોર્મુગાઓ, કરાઈકલ, ક્રિષ્નાપટ્ટનમ, ગંગાવરમ અને ધામરા જેવા બંદરોએ વિક્રમરુપ વોલ્યુમનું સંચાલન કર્યું છે. ધામરા બંદરે તેના પ્રથમ LNG-સંચાલિત કેપ-કદના જહાજ MV ઉબુન્ટુ યુનિટીને બર્થ કર્યું હતું, જ્યારે કૃષ્ણપટ્ટનમ બંદરે LOA 335.9 મીટર અને બીમ 42.9 મીટરના પરિમાણો સાથે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ બર્થ કર્યું છે. મુન્દ્રા, કટ્ટુપલ્લી, ક્રિષ્નાપટ્ટનમ અને ધામરાએ લિક્વિડ કાર્ગોના સંદર્ભમાં વિક્રમી વોલ્યુમનું પરિવહન કર્યું.છે.

About Adani Ports & Special Economic Zone Limited

Adani Ports and Special Economic Zone Ltd (APSEZ), a part of the globally diversified Adani Group has evolved from a port company to an Integrated Transport Utility providing an end-to-end solution from its port gate to customer gate. It is the largest port developer and operator in India with 7 strategically located ports and terminals on the west coast (Mundra, Tuna, Dahej, and Hazira in Gujarat, Mormugao in Goa, Dighi in Maharashtra and Vizhinjam in Kerala) and 8 ports and terminals on the East coast of India (Haldia in West Bengal, Dhamra and Gopalpur in Odisha, Gangavaram and Krishnapatnam in Andhra Pradesh, Kattupalli and Ennore in Tamil Nadu and Karaikal in Puducherry), representing more than 26% of the country’s total port volumes, thus providing capabilities to handle vast amounts of cargo from both coastal areas and the hinterland. The company is also developing a transshipment port at Colombo, Sri Lanka, and owns the Haifa Port in Israel. Our Ports to Logistics Platform comprising port facilities, integrated logistics capabilities including multimodal logistics parks, Grade A warehouses, and industrial economic zones, puts us in an advantageous position as India stands to benefit from an impending overhaul in global supply chains. Our vision is to be the largest ports and logistics platform in the world in the next decade. With a vision to turn carbon neutral by 2025, APSEZ was the first Indian port and third in the world to sign up for the Science-Based Targets Initiative (SBTi) committing to emission reduction targets to control global warming at 1.5°C above pre-industrial levels.

Leave a comment

Trending