ભુજ આઈયા નગર સ્થિત બી.એસ.એફ બટાલિયન હેડક્વાર્ટર ખાતે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં ૩૫ જવાનો અને તેમની પત્નીઓએ રક્તદાન કર્યું હતું.
કમાન્ડન્ટ રાજેન્દ્રસિંહ ખરડવાલે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓના અમૂલ્ય જીવનને બચાવી શકે છે. તેમણે રક્તદાન કરનારા બી.એસ.એફ.ના સ્વયંસેવકોની પ્રશંસા કરી અને કહ્યું કે બી.એસ.એફ. આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા ઉપરાંત માનવતાની સેવા માટે હંમેશા તત્પર છે.
જી.કે.બ્લડ બેંકના વડા ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલે વધુમાં વધુ રક્તદાન પર ભાર મૂક્યો હતો.






Leave a comment