રેપો રેટમાં સતત સાતમી વખત કોઈ બદલાવ નહીં, 6.5% યથાવત રાખ્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સતત 7મી વખત વ્યાજ દરોમાં કોઈ બદલાવ કર્યો નથી. RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો છે. RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25% થી 6.5% વધાર્યા હતા.

એવી અપેક્ષા હતી કે RBI ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત કરશે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેનો અર્થ કે તમને હાલમાં EMIમાં કોઈ રાહત નહીં મળે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે 3 એપ્રિલથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. દર બે મહિને આ બેઠક યોજાય છે. RBIએ ફેબ્રુઆરીમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો.

RBI આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં નિષ્ણાતોના મતે આ વખતે પણ RBI રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં. હાલમાં રેપો રેટ 6.50% પર યથાવત રાખવામાં આવ્યો છે. RBIએ અગાઉ ફેબ્રુઆરી 2024માં યોજાયેલી બેઠકમાં વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો. આ સતત છઠ્ઠી વખત હતું જ્યારે RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરોમાં 0.25% થી 6.5% સુધીનો વધારો કર્યો હતો.

RBIના MPCમાં છ સભ્યો હોય છે. તેમાં બહારના અને RBI અધિકારીઓ બંને છે. ગવર્નર દાસની સાથે, RBIના અધિકારી રાજીવ રંજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને માઈકલ દેબબ્રત પાત્રા, ડેપ્યુટી ગવર્નર છે. શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા બહારના સભ્યો છે

નાણાકીય વર્ષ 2025માં ભારતનો GDP 7 ટકાના ગ્રોથ સાથે વધશે

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 7 ટકાની ઝડપે વૃદ્ધિ પામશે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPનો રિયલ ગ્રોથ 7.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.9 ટકા અને ત્રીજા-ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7 ટકા રહેવાની ધારણા છે.

વધતી મોંઘવારી અટકી

RBI ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી અંગે કહ્યું કે ‘Elephant (inflation) has now gone out for a walk and heading to the forest’ એટલે કે વધતી મોંઘવારી હવે અટકી ગઈ છે. તેમજ, તેમણે નાણાકીય વર્ષ 2024-25માં મોંઘવારી 4.5% અને રિયલ GDP ગ્રોથ 7% રહેવાનો અંદાજ મૂક્યો છે.

મોંઘવારી સામે લડવા માટે રેપો રેટ એક શક્તિશાળી ટૂલ છે

RBI પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે. જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે, ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને RBI પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે.

બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે. આ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે. જો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ ઘટે અને ફુગાવો ઘટે.

Leave a comment

Trending