કચ્છ ફુટબોલ ક્લબ એકેડેમી દ્વારા ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ ફૂટબોલ ક્લબ એકેડમી જે સંસ્થા ગુજરાત ફૂટબોલ અસોશિએશન સાથે છે જેના દ્વારા રમત ગમત સંકૂલ ખાતે ફૂટબોલ ગ્રાઉંડ ખાતે ફૂટબાલ મેચ કરવામાં આવ્યું હતું જે ગ્રાઉંડ નેચરલ ગ્રાસથી બનાવમાં આવેલ છે. કચ્છમાં 11 સાઇડ નેચરલ ગ્રાસનું સંભવત પહેલું ગ્રાઉંડ છે.

કોમ્પિટિશનની ફાઇનલ મેચ કચ્છ ફૂટબોલ એકૈડમી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવેલી જેમાં ચીફ ગેસ્ટ પૂર્વ કચ્છ એસપી સાગર બગમારે, જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિ ઠાકુર , ફૂટ બોલ અસોશિએશનના પ્રમુખ તુલસીબેન સુજાન, પરાગ પ્રેમની , ભરત રજનિ, નંદલાલ ગોયલ, વિશાળ થાપા, શરદ ચૌહાણના ફૂલોથી સવાગત કરવામાં આવ્યું હતું. અતિથિ દ્વારા ખિલાડીઓને પ્રોત્સાહન પૂરો પાડવામાં આવ્યું હતું.

સંસ્થા દ્વારા અરજ કરવામાં આવી છે કે ઉમર 6 થી 14, યૂથ તથા સીનિયર ટીમને રાજ્યની વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે સંસ્થાનો સંપર્ક કરે, જેથી કરી આમ જનતાને આનો લાભ લઇ શકે. આ માટે તા. 20-04થી કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેમાં ટ્રનિંગ એનઆઇએસ કોચ, ડીએલએસએસ કોચ તથા સીનિયર પ્લાએર્સ જે સ્ટેટ અને નેશનલ રમેલ છે તેમના દ્વારા આપવામાં આવશે.

સંસ્થાતનો ઉદેશ્ય છે કે ભવિષ્યમાં આ ક્લબમાંથી નવા યૂથ ટેલેન્ટને રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઇ અને પોતાનું ટેલેન્ટ આગળ લઈ જાય. આ માટે આગામી સેલેક્શન કેમ્પ માટે 6359779000 પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

Leave a comment

Trending