UPSC એ સિવિલ સર્વિસીસ 2023નું પરિણામ જાહેર કર્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ 2023નું પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં 1,016 ઉમેદવારોએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023 પાસ કરી છે. આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

Leave a comment

Trending