જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સ્કિન વિભાગ દ્વારા વિશ્વ સ્કિન હેલ્થ ડે ની ઉજવણી કરી,ત્વચાની તંદુરસ્તીનું નિરૂપણ કરતા પોસ્ટરો સાથે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પેમ્પ્લેટ્સનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ડો.પ્રેરક કથીરીયા અને ડો.જય અમલાણીએ ત્વચાની તંદુરસ્તી અંગે વક્તવ્ય આપતાં કહ્યું કે,ત્વચાની સારવાર ક્યારે પણ નિષ્ણાત તબીબની સલાહ વિના જાતે નહીં કરવી.ઉપરાંત ત્વચાનો કલર નહિ પણ તે તંદુરસ્ત હોય એ મહત્વનું છે એમ જણાવી ઉમેર્યું કે,આજકાલ વડીલો પણ પોતાના બાળકોની ત્વચા ગોરી બને તેવો દુરાગ્રહ રાખતા થયા છે,જે યોગ્ય નથી.કુદરતની દેન જ અમૂલ્ય હોય છે.આ ઉપરાંત તેમણે સ્કિન અંગે વિવિધ બાબતો આવરી લીધી હતી.
કાર્યક્રમમાં આસિ.પ્રોફે.ડો.જૂઈ શાહ, ડો.દિપાલી વડુકુલે, ડો.ઐશ્વર્યા રામાણીએ જરૂરી સમજ આપી સોશિયલ મીડિયામાં સ્કિન અંગે અપાતી સલાહ કે તેના આધારે કોઈપણ સારવાર કરવી કે ગોરા થવાના નુસખા નુકસાન કારક સાબિત થાય છે.માટે સ્કિન તબીબો પાસે જ સારવારનો આગ્રહ રાખવો. ડો.માનસી પીઠડીયા, ડો.મીરા પટેલ અને ડો.નૌશીન શેખ વિગેરે તબીબોએ પોસ્ટર નિર્માણ અને કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.






Leave a comment