મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે માર્ચમાં ફોલિયોની સંખ્યામાં 22 ટકાનો નોંધપાત્ર વધારો

નાણાકીય વર્ષ ૨૦૨૪માં, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે સંચાલન હેઠળની સંપત્તિમાં (એયુએમ) રૂ. ૫૦ લાખ કરોડના આંકને વટાવી દીધો હતો. સુચિત નાણાકીય વર્ષમાં ઉદ્યોગની ચોખ્ખી એયુએમ  ૩૫.૫ ટકા વધીને રૂ. ૫૩.૪ લાખ કરોડ થઈ છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ચોખ્ખો પ્રવાહ રૂ. ૩.૫૫ લાખ કરોડે પહોંચ્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. ૭૬,૨૨ કરોડની સરખામણીએ ૪.૬ ગણો વધારે છે.

ઉપરાંત, સ્કીમોની ત્રણ મુખ્ય શ્રેણીઓમાં, હાઇબ્રિડ કેટેગરીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૧૮,૮૧૩ કરોડના આઉટફ્લોની સરખામણીમાં ૯.૭ ગણો વધીને રૂ.૧.૪૫ લાખ કરોડનો ચોખ્ખો પ્રવાહ જોયો હતો.

માર્ચ ૨૦૨૪માં ફોલિયોની કુલ સંખ્યા લગભગ ૨૨% વધીને ૧૭.૭૯ લાખ કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૧૪.૫૭ લાખ કરોડ હતી.

રિટેલ રોકાણકારોમાં રસ અને જાગૃતિ વધવાને કારણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ફોલિયોની કુલ સંખ્યા પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં લગભગ બમણી વધી છે. માર્ચ ૨૦૨૦માં તે ૮.૯૭ લાખ કરોડ હતી. રિટેલ રોકાણકારો અગાઉ કરતાં હવે બોન્ડ્સ વિશે વધુ જાગૃત છે અને મ્યુચ્યુઅલ ફંડ માર્ગ દ્વારા તેમાં રોકાણ કરી રહ્યા છે.

ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં મ્યુચ્યુઅલ ઈન્ડસ્ટ્રીમાં ૧૫.૦૬ લાખ કરોડના રિટેલ ઈન્વેસ્ટર્સ ફોલિયોનો હિસ્સો ૧૬.૪૯ લાખ કરોડના કુલ ફોલિયોમાં ૯૧.૩ ટકા  હતો.

Leave a comment

Trending