કચ્છ લોકસભા બેઠક પર વયોવૃદ્ધ અને વિકલાંગ મતદારો માટે તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ

કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ અને શારીરિક દિવ્યાંગ નાગરિકો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે કચ્છ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત અરોરા તથા મદદનીશ ચૂંટણી અધિકારી મેહુલ દેસાઇના માર્ગદર્શન હેઠળ કચ્છ બેઠક પર મતદાન મથક સુધી પહોંચવા અસક્ષમ મતદારો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે.

મતદાન પ્રક્રિયા અન્યવે 6 રાપર વિધાનસભા મતદાર મંડળમા આવતા સિનિયર સિટીઝન તથા 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતદાન માટે મતદારોના ઘરો ઘર મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે. રાપર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી અને ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશીના વડપણ હેઠળ કુલ 12 ટીમ દ્વારા મતદાન કરાવવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમા 169 સિનિયર સિટીઝન મતદારો તથા 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતો છે.

તેમના મતદાન કરાવવા માટે રાપર તાલુકા મામલતદાર એએમ પ્રજાપતિ, નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતના વડપણ હેઠળ 12 ઝોનલ ઓફિસરની ટીમ, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, પોલીસ કર્મચારીઓ તથા માઇકો ઓબ્ઝવરની ટીમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે તમામ માહિતી આપવા માટે રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભા ખંડ મધ્યે પ્રાંત અધિકારી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કર્મચારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા અંગેના કર્મચારીઓને માહિતગાર કર્યા હતા.

Leave a comment

Trending